Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા જિલ્લા જેલમાં 18+ વયના 26 જેટલાં કેદીઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો.

Share

નર્મદા જિલ્લામા 18+ ના યુવાનોને કોવીડ સામે રક્ષણાર્થે કોરોના વેક્સીન આપવાનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તેના ભાગરૂપે જીતનગર ખાતે આવેલા રાજપીપલા જિલ્લા જેલમા આવેલા 18+ વયના 26 જેટલાં કેદીઓને ખાસ જેલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે પી પટેલ અને અધિક આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ ખાસ આરોગ્ય વિભાગની ટીમ જેલ ખાતે પહોચીને કોવીડના ગાઈડલાઈનનું પાલન કરીને 26 જેટલાં કેદીઓને વેક્સીન આપવામાં આવી હતી.

જેમાં આરોગ્ય વિભાગના તબીબી અધિકારી મેઘાબેન દોશીના માર્ગદર્શન હેઠળ બંદીવાનોની તબીબી ચકાસણી બાદ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ કેદીઓને રસી મુકાવી હતી અને જણાવ્યું હતું કે જેલમાં કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે આ વેક્સીન કેદીઓ માટે ખુબ ઉપયોગી થશે. આ વેક્સીન સુરક્ષિત છે અને કોઈ આડઅસર થતી નથી. તેથી દરેક 18 થી વધુ વયના યુવાનોએ પણ વેક્સીન મુકાવવી જોઈએ એમ જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : ડીંડોલીમાંથી સગીરાને છેલ્લા એક માસથી ભગાડી જનાર આરોપી તથા સગીરાને મેરઠ (U.P) થી ઝડપી પાડતી ડીંડોલી સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

લાબા સમયથી ગેરહાજર રહેતા રાજ્ય અનામત પોલીસ દળના જવાન વિરુધ પોલીસ મથકે ફરીયાદ

ProudOfGujarat

તાજમહેલ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બન્યા વાંદરાઓ, કરશે 10 હજાર વાંદરાઓની નસબંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!