ગુજરાતના અલગ અલગ જિલ્લાના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનો પર આતંક મચાવનાર ખિસ્સા કાતરું ગેંગના સભ્યોએ નર્મદા જિલ્લામાં ગાડીના કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું પણ કબુલ્યું છે. નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીનો કાચ તોડી 3 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે એ ગેંગને ઝડપી પાડી છે. આ સાથે નર્મદા જિ.પં ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીમાંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
એ દિશામાં નર્મદા LCB એ તપાસ હાથ ધરી હતી. નર્મદા LCB PI એ.એમ.પટેલ સહિતની ટીમ 20 થી વધારે CCTV ફૂટેજ ચેક કરતા કરતા અંકલેશ્વર સુધી પહોંચી ગઈ હતી.અંકલેશ્વરમાં તપાસ દરમિયાન ત્યાંના લોકલ બાતમીદાર પાસે CCTV ફૂટેજ વેરીફાય કરાવતા ચોરીના આરોપીઓ મીરા નગરમાં હોવાનું જાણવા મળ્યું હતું.બાદ અંકલેશ્વરના મીરાનગર માંથી નર્મદા LCB એઆરોપીનેઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એ ત્રણે લોકોએ રાજપીપળામાં ગાડીનો કાચ તોડી 3 લાખની ચોરી કરી હોવાનો ગુનો કબુલ્યો હતો.
રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરીને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.એ.એમ.પટેલ, પોલીસ
ઇસ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાના કામે બાતમીદારો રોકી બાતમી ગુના ડીટેક્ટ કરવા જણાવતા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૪/૦૬/૨૦૨૧ના સવારે સબજેલ પાસે સ્કોર્પીયો ગાડી નં.જી.જે.રર-એચ-૧૧૯૦ નો કોઇ અજાણ્યા ઇસમે ગાડીનો પાછળનોકાચ તોડી ગાડીની સીટ ઉપર મુકેલ બેગ ચોરી કરી લઇ જતા
રાજપીપલા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો છે. આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના પોલીસ માણસો દ્વારા રાજપીપલા ટાઉન વિસ્તારના સીસીટીવી ફુટેજ આધારે શકમંદોની ઓળખ કરી તેમના પાછળ-પાછળ અંકલેશ્વર સુધી ર૦ થી વધારે સીસીટીવી ફુટેજ ચેક કરતા આ કામના આરોપીઓ મીરાનગર અંકલેશ્વરના હોવાનું જણાઇ આવેલ જેથી લોકલ બાતમીદારની મદદથી સીસીટીવી ફુટેજ વેરીફાઇ કરાવતા (૧) સંજય રાજુ નાયડુ રહે. શીવાજી કોલોની, કલ્યાણ, મુંબઇ (મહારાષ્ટ્ર) મુળ રહે. બાકીપાડા નવાપુરા, તા.નવાપુરા જી.નંદુરબાર (૨) અરવિંદ સિંન્દીલ નાયડુ રહે. બાકીપાડા, નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) મુળ રહે.કોયલા ફાટક ઉર્જન તા.જી.ઉજ્જૈન (એમ.પી.) (૩) સુર્યપ્રકાશ રમેશ નાયડુ રહે. બાકીપાડા, નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર હાલ રહે. ઉધના રેલ્વે સ્ટેશન તા.જી.સુરતને ગુનાના કામે પુછપરછ કરતા ગુનો કરેલ હોવાનું કબુલાત કરેલ છે. તેમજ બીજા સહ આરોપીઓ (૧) રમેશ મણી નાયડુ (૨) આકાશ રાજુ નાયડુ (૩) વિક્રમ મારમુથુ નાયડુ (૪) રમેશભાઇ નાયડુ તમામ હાલ રહે. મીરાનગર અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ તથા મુળ રહે. બાકીપાડા
નવાપુરા, તા.નવાપુરા જી.નંદુરબારવાળા ન પકડાઇ નાસી ગયેલ. આ ઉપરાંત આ પકડાયેલ આરોપીઓની વિશેષ પુછપરછ કરતા તેઓએ રાજપીપલા પોલીસ મથકે નોંધાયેલ ગુનાનાની પણ કલુબાત કરી હતી.તેમજ રાજપીપલા પોલીસ મથકના ગુનાની પણ કબુલાત કરી હતી. આ ગુનાઓ સબબ કુલ-૩ અનડીટેક્ટ યોરી ડીટેક્ટ કરી આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.૫૯,૫૦૦/- મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને રાજપીપલા પોલીસને ગુનાના કામે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પકડાયેલ તમામ આરોપીઓ સુરત, વડોદરા, આણંદ, મુંબઇ, અંકલેશ્વર, ભરૂચ, ઉજૈન, સતના, વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન/રેલ્વે સ્ટેશન ઉપર પીક પોકેટીંગ તથા ચીલ ઝડપના સંખ્યાબંધ ગુનાઓ કરેલ હોવાનું કબુલાત કરી હોવાનું જણાવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા