Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ચોમાસાની ઋતુને અનુલક્ષીને સંભવિત વાવાઝોડું, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ સામે સાબદુ બનતું નર્મદા વહીવટીતંત્ર.

Share

નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસુ-૨૦૨૧ ની પૂર્વ તૈયારીઓ માટે ઘડી કઢાયેલા એક્શન પ્લાન મુજબ જુદાજુદા વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષ પદે તાજેતરમાં ગત ગુરુવારે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લામાં સંભવિત વાવાઝોડું, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ સામે જરૂરી તકેદારી અને રાહત બચાવની સઘન કામગીરી સહિત સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્રને સાબદુ કરાયું છે.

પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી અને સંબંધિત નાયબ કલેકટ સહિતના તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ તાલુકા મામલતદારઓ તાલુકા વિકાસ અધિકારી રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, કૃષિ, મત્સ્ય, પશુપાલન, બાગાયત, આરોગ્ય, વીજ કંપની, નર્મદા ડેમ, સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગના સંબંધિત ઇજનેર-અધિકારી ઓની ઉપસ્થિતિમા યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસે ગત ૧૧ મી મે, ના રોજ યોજાયેલી બેઠકમાં સૂચવેલ મુદ્દાઓ પરત્વે થયેલી કામગીરી અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી વિસ્તૃત સમીક્ષા કરી હતી.

Advertisement

નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ દ્નારા આ બેઠકમાં સંબોધતા જિલ્લાના તમામ લાયઝન અધિકારીઓને તાલુકા કક્ષાએ બેઠકો યોજીને લાઇવ જેકેટ, લાઇવ બોયા વગેરે જેવા રાહત બચાવના સાધનોની ચકાસણીની સાથે તાલુકાના અધિકારી-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા તેમજ મોકડ્રીલ યોજીને આ સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવા, તમામ મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને તાલુકા કક્ષાએ વોટસએપ ગ્રુપ બનાવવા, તલાટી અને સરપંચની માહિતી અદ્યતન કરવા, શેરી, મોહલ્લો-ફળિયા વાઇઝ આગેવાનોની વિગતો- મોબાઈલ નંબર સાથે અદ્યતન કરી કોમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવા, સ્થળાંતર કરવાનું થાય તો સુરક્ષિત આશ્રય સ્થાનોએ કોવિડ-૧૯ અંતર્ગત સોશ્યલ ડિસ્ટન્સીંગ, સેનેટાઇઝર વગેરે બાબતોની આગોતરી વ્યવસ્થા ગોઠવવા, માર્ગ અને મકાન વિભાગને કો-ઝવે હોય ત્યાં ચેતવણીદર્શક બોર્ડ પ્રદર્શિત કરવા, જે ગામોમાં અતિવૃષ્ટિને કારણે વિજ પુરવઠો ખોરવાતતો હોય તેવા ગામો માટે જરૂરી સાધન-સામગ્રીના સાધનો અગાઉથી જ અનામત રાખી તાત્કાલિક વિજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે જોવા, નગરપાલિકા વિસ્તારમાં રાહત બચાવ કામગીરીના સાધનોની ચકાસણી કરવાની સાથે તેની યાદી તૈયાર રાખવા, ગટર, નાળા, કાંસ વેગેરેની સફાઇ કરાવવા અને મોકડ્રીલ કરવા તેમજ તરવૈયાઓને જરૂરી તાલીમ આપવા, RTO વિભાગને જિલ્લામાં નોંધાયેલ ઓમની, ટાટાસૂમો, ટ્રાવેલર્સ, બોલેરો, ક્રેન, જે.સી.બી, ટ્રેક્ટર, લોડર(હાઇવા) વગેરે વાહનોની યાદી મોકલવા, આરોગ્ય વિભાગને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરવા અને જરૂરીયાત મુજબ દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ પશુપાલન વિભાગને પશુ દવાખાના-ડોક્ટર વગેરેની અદ્યતન યાદી મોકલવા તેમજ આપત્તિના સમયે સંશાધનો તથા મેનપાવર સ્ટેન્ડ બાય રાખવાની સૂચના અપાઇ હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગાંધીનગરનાં સેક્ટરોમાંથી 28 સાયકલ ચોરી જનારા બે ઈસમ પકડાયા

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિડિયો કૉલિંગ સાથે આરોગ્ય વીમાને આપ્યો વ્યક્તિગત સ્પર્શ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!