Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “વિશ્વ દૂધ દિવસ” ની થયેલી ઉજવણી

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદા, નવસારી કૃષિ યુનિવર્સિટી-દેડિયાપાડા, પશુપાલન વિભાગ-જિલ્લા પંચાયત અને ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના-નર્મદા, કૃષિ વિકાસ-વ- ગ્રામીણ પ્રશિક્ષણ સંસ્થા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સહયોગથી તાજેતરમાં તા.૧ લી જૂને “વિશ્વ દૂધ દિવસની ઉજવણી” નિમિતે મનુષ્યમાં દૂધ આહારમાં વિશેષ મહત્વ ધ્યાને રાખીને સામાન્ય લોકોમાં જાગૃત્તિ કેળવવાના ભાગરૂપે “વિશ્વ દૂધ દિવસ”” ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૨૦૦૧ માં યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા દૂધના મહત્વને વૈશ્વિક ખોરાક તરીકે ઓળખવા માટે વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસ પર વેબિનારનો વિષય પશુ આરોગ્ય અને પશુની ઉત્પાદકતામાં વધારો કરી પર્યાવરણ, પોષણ, સામાજિક અને આર્થિક સંદેશા સાથે ડેરી ક્ષેત્રની ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડૉ.પી.ડી.વર્માએ તેમના સ્વાગત પ્રવચનમાં ખેડૂત-પશુપાલક ભાઈઓ-બહેનોને આ વેબીનારમાં મોટી સંખ્યામાં જોડાવા બદલ આવકાર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલે તેમના વ્યક્તવ્યમાં બકરી પાલન પર વિશેષ ધ્યાન આપી બકરીના દૂધને માનવ આરોગ્ય મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમણે ખેડુતોને કૃષિની સાથે પોતાના જીવનનિર્વાહ સુધારવા પશુપાલનના વિવિધ સાહસ શરૂ કરવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અટારી-પુણેના ડાયરેક્ટર ડૉ.લાખન સિંઘે પશુપાલન થકી ટકાઉ કૃષિ પર ભાર મૂક્યો હતો અને ગુજરાતમાં દૂધના માર્કેટિંગ માટે સહકારી ક્ષેત્રે તંત્રની તેમણે સરાહના કરી હતી. વિશેષ અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.સી.કે.ટિંબડિયાએ ગાય આધારિત ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતર, પંચ ગૌવ્ય, વર્મીકમ્પોસ્ટ વગેરેનું ઉત્પાદન કરી પશુપાલન થકી સજીવ કૃષિ વધારવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવેએ કાર્યક્રમ અનુરૂપ “”વિશ્વ દૂધ દિવસ”” ઉજવણીની રૂપરેખા આપવાની સાથે સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં ધ્યાન કેન્દ્રિત કરી પશુની ઉત્પાદકતા વધારવા માટે સૂચનો કર્યા હતા. નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.જે.વી.વસાવાએ ધનિષ્ટપશુ સુધારણા યોજના દ્વારા કૃત્રિમ બીજદાન થકી પશુ સંવર્ધન કરી આવનાર ઓલાદની દૂધ ઉત્પાદતા વધારી શકાય એ બાબતે ધ્યાન દોર્યું હતું. પશુ વિજ્ઞાનના વૈજ્ઞાનિકશ્રી ડૉ.ડી.બી.ભીંસરાએ દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ખોરાક વ્યવસ્થાપન અંગે વ્યાખ્યાન આપ્યું હતું. કૃષિ વિકાસ-વ-ગ્રામીણ પ્રશિક્ષણ સંસ્થાના સી.ઇ.ઓ શ્રી.અમિત નાપડે એફ.પી.ઓ માટે માર્કેટિંગ વ્યૂહ રચનાઓ પર ભાર મૂક્યો હતો. અને ગૃહ વિજ્ઞાન વૈજ્ઞાનિકશ્રી ડૉ.એમ.વી.તિવારીએ માનવ સ્વાસ્થ્યમાં દૂધનું મહત્વ અને દૂધ ઉત્પાદનમાં મૂલ્યવર્ધન વિશે વ્યાખ્યાન આપ્યું હતું.
વેબીનારના અંતે પશુપાલકો દ્વારા પ્રશ્નોત્તરીમાં કરાયેલી રજૂઆત બાબતે વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરાવામાં આવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

જ્યોતિ સક્સેનાએ 20 કિલોના હેવી બારબેલ બાર સાથે વેઈટલિફ્ટિંગના વીડિયોથી બધાને ચોંકાવી દીધા.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થીઓને સંભળાવી સજા.

ProudOfGujarat

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!