નર્મદા જિલ્લા પંચાયત ના સભ્ય અને ગરુડેશ્વર તાલુકાના પચાયતના સભ્યોએ રસ્તા અને પીવાના પાણી સુવિધા મળે એ માટે નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યુંછે .જેમાં ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર માં પીવા ના પાણી રસ્તા અને પાયા ની સુવિધા મળી એમાં નર્મદા જિલ્લા કલેકટર ને રજુઆતકરી હતી. નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય નિતેષકુમાર સુરમજીભાઇ તડવી અને ગરુડેશ્વર તાલુકા પંચાયત ના સભ્ય ભીમાભાઈ શામળ ભાઈ તડવી પચલા ગુપ ગ્રામ પંચાયત સરપચ મીના બેન જીકુભાઈ તડવી તેઓએ સાથે મળીને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમા જણાવ્યું હતું કે મારા કાર્યક્ષેત્રના ગામોમાં ગડી ભણગ ફળિયામાં જવાનો રસ્તો અને પીવાના પાણીની સગવડ નથી. વસ્તી અંદાજીત ૧૦૦ જેટલા લોકો વસવાટ કરે છે. જેઓ હાલમાં એક કિલોમીટર દૂર આવેલા નાના કૂવામાં પાણી ભરવા જાય છે, કુમેટા ફળિયામાં કાચો કોતર વારો રસ્તો છે જેથી ચોમાસામાં અવર-જવર માટે ઘણી મુશ્કેલી પડે છે અંદાજિત વસ્તી ૮૦ લોકો વસવાટ કરે છે.
જંતર ગામના જાંબલી ફળિયામાં જવાના કાચો રસ્તો હોય, કોતર હોય. લગભગ ૫ કિલોમીટર જેટલું અંતર હોય જે આજદિન સુધી કોઈ પાણીની સગવડ થઈ નહીં. નાના કોયારીમાંથી પાણી પીવે છે પીવાલાયક પાણી નથી અંદાજિત ૧૦૦ થી ૧૫૦ લોકોની વસ્તી છે બાળકોને શિક્ષણ કાર્યમાં પણ તકલીફ પડે છે આવી બધ પાયા ની સુવિધા મળી રહે એ માટે નર્મદા જિલ્લા ના કલેકતડ ને આવેદનપત્ર આપી ને તાત્કાલિક ધોરણે સગવડ કરી આપવા ની જરુવાત કરી છે..
જ્યોતિ જગતાપ, રાજપીપલા