Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના સાગબારા અને તિલકવાડા તાલુકાને બે PSA પ્લાન્ટની વલ્લભ યુથ ફાઉન્ડેશન તરફથી ડોનેશનરૂપે મળેલી ભેટ

Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ સી.આર.પાટીલ, વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહારાજ, અન્ય સંસદસભ્યશ
ઓ, ધારાસભ્યઓ, વલ્લભ યુથ ફાઉન્ડેશનના અગ્રણીઓ, દાતાઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે ગુજરાતના વિવિધ ૯ જેટલા સ્થળો માટે વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ફાળવાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટને વર્ચ્યુઅલ રીતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો પણ સમાવેશ થયેલ છે.
જિલ્લા વિકાસ અધિકાર પી.ડી. પલસાણા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ચેરમેન તેમજ જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવીઅધિકારીઓ તથા મહાનુભાવો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ.રતનકુમાર રંજન વગેરે પણ આજે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ PSA પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.તેવી જ રીતે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસભાઇ વસાવા, સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી ડૉ. મનોજ શર્મા, તાલુકાના અગ્રણી ફુલસિંગભાઇ વસાવા તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ વગેરે પણ ઉક્ત ઓક્સિજન પ્લાન્ટનાં વર્ચ્યુઅલ લોકાર્પણના કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.
તિલકવાડા ખાતે યોજાયેલા PSA ઓક્સિજન પ્લાન્ટનું પ્રતિકાત્મક લોકાર્પણ કરતાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, વૈષ્ણવાચાર્ય પ.પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ૯ જગ્યાએ PSA ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણના આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા એમ બે સામૂહિક આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થયો છે. કોરોનાના દરદીઓની સારવાર માટે ઓક્સિજનની સતત જરૂરીયાત રહે છે. દર મિનિટે ૧૬૦ લિટર લીક્વીડ ઓક્સિજનનું ઉત્પાદન કરતો આ PSA પ્લાન્ટ કોરોનાના દરદીઓની સારવાર માટે ખૂબજ ફાયદારૂપ થશે.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તરફથી ડોનેશન સ્વરૂપે જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારના સાગબારા તેમજ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે પ્રતિ મિનિટે ૧૬૦ લીટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતા બે ઓક્સિજન પ્લાન્ટની સુવિધા પ્રાપ્તિ માટે જિલ્લા વહિવટી તંત્રને અદભૂત સફળતા સાંપડી છે.

:જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પૂર્વ કલેક્ટરે લાંગાએ જમીન કૌભાંડ મામલે રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી

ProudOfGujarat

ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટિઓ અને કથડથી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને પાઠવાયું આવેદન

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોલીસ અધિકારીઓની મીલીભગતથી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે:જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!