Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 32 શિક્ષણ સહાયકોની પસંદગી.

Share

રાજ્ય સરકારે શિક્ષણના મજબૂતીકરણ માટે શિક્ષણ વિભાગના માધ્યમથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકોની ભરતી/ નિમણુંકની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા હેઠળ રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કુલ ૩૨ શિક્ષણ સહાયકો પસંદ કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રાજ્યના શાળાઓ માટેના કમિશનરની કચેરીના દિશા નિર્દેશો અનુસાર પસંદ થયેલા ઉમેદવારોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવાના બે કાર્યક્રમોનું તા. ૧ લી જૂન, ૨૦૨૧ ને મંગળવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે રાજપીપલા કલેકટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડી.એ. શાહના હસ્તે ૦૮ શિક્ષણ સહાયક ઉમેદવારોને ભલામણ અને નિમણૂંક પત્રો પ્રદાન કરાયા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નિયુક્તિ પત્રો પ્રદાન કરવાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું.

તે પછી બપોરે એમ.આર. વિદ્યાલય ખાતે અન્ય ૨૪ શિક્ષણ સહાયક ઉમેદવારોનેભલામણ-નિમણૂંક પત્રો પ્રદાન કરાયા હતા, આજે ગાંધીનગર ખાતે રાજયની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૧ અંતર્ગત પસંદગી પામેલ રાજયના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંકપત્ર એનાયત કરાયાં હતા. રાજપીપલામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ સહિત જિલ્લામાં પસંદગી પામેલ શિક્ષણ સહાયકો પણ તેમાં જોડાઇને મુખ્યમંત્રી ઉકત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement

જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં શ્રીમદ ભાગવત ગીતાનો ઉલ્લેખ કરી આ નવનિયુક્ત શિક્ષકોને તેમના કાર્યક્ષેત્ર વિસ્તારની પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ હોય તો પણ હંમેશા હકારાત્મક અભિગમ સાથે અગવડતામાં પણ સગવડતા શોધવાના પ્રયાસો સાથે શિક્ષકમાંથી શ્રેષ્ઠ શિક્ષકનું વિશેષણ લાગે તે દિશામાં આગળ વધવાની શીખ આપી હતી.

નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલાએ પણ નવનિયુકત શિક્ષણ સહાયકોને શુભેચ્છા પાઠવવાની સાથોસાથ જિલ્લામાં ઉમળકાભેર આવકાર્યા હતાં અને માહિતી વિભાગની કામગીરીની રૂપરેખાની સાથોસાથ જ્ઞાનવર્ધક ઉપયોગી ગુજરાત રોજગાર સમાચાર, “ગુજરાત પાક્ષિક“ મેગેઝીન અને અન્ય સાહિત્યરૂપી પુસ્તિકાઓ સહિતના પ્રકીર્ણ પ્રકાશનો વગેરે અંગેની જાણકારી આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

આમલાખાડી સહીત અંકલેશ્વરની આસપાસની અન્ય ખાડીઓમાં પ્રી- મોન્સુન કામગીરી કરાવવા માટેનો આદેશ હોવા છતાં પણ આ કાર્યવાહી ના થતા સ્થાનિકો દ્વારા કલેકટર સાહેબ ભરૂચને લેખિત આવેદન આપી ગાંધીનગર પણ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!