Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દહેજ ભૂખ્યા પતિએ પત્ની પાસેથી દહેજની માંગણી કરતા પતિ સામે ફરિયાદ…

Share

દહેજ ભૂખ્યા પતિએ રાજપીપલા ખાતે રહેતી પત્ની પાસેથી દહેજમા અઢી લાખ રુપિયા, એક ગાડી તથા બાઇક તેમજ રોકડ રકમની પણ માંગણી કરતા રાજપીપલા પોલીસ મથકમાં દહેજની માંગણી કરતા પતિદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુમાં પત્નીને મારઝુડ કરી ગાળો બોલી ધાક ધમકી આપી શારિરીક અને માનસીક ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરીયાદી મોનાબેન D/o મણીલાલ છોટુભાઇ સોલંકી તે રવિન્દ્રભાઇ વિજયભાઇ સોનવણેની પત્ની ઉવ ૩૧.વ. રાજપીપલા, દરબાર રોડ, સરકારી કવાટર્સ ) એ આરોપી રવિન્દ્રભાઇ વિજયભાઇ સોનવણે (રહે હાલ બ્લોક નંબર પપોલીસ હેડ કવાટર્સ જીતનગર તા કડા. નાંદોદ) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી ફરીયાદી બેનના પતિ થતા હોય તેમણે લગ્ન જીવન દરમ્યાન ફરીયાદી પાસેથી અઢી લાખ રુપિયા માંગી એક
ગાડી તથા બાઇક તેમજ રોકડ રકમની પણ માંગણી કરી ફરીયાદીને મારઝુડ કરી ગાળો બોલી તથા મારઝુડ કરી ધાક ધમકી આપી શારિરીક અને માનસીક ત્રાસ આપી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HC ની ચીમકી, કોર્પોરેશનને 21 મી સુધી રિપોર્ટ રજૂ કરવા આદેશ.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : માંડવા ટોલનાકા ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઈસમોની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!