Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

Share

– કોરોના દર્દીના સગાઓ માટે ઘરે ભોજન બનાવી ગાડીમાં પેક કરરી ટિફિન બોક્સનું વિતરણ કરે છે.

– કોરોનામા મોતના ડરથી ખેતરોમાં જઈ છુપાઈ જતા અને ટેસ્ટિંગ ન કરાવતા લોકોને સમજાવી ટેસ્ટ કરાવી કોરોનાની ચેન તોડી.

Advertisement

– નાની બેડવાણ ગામે કોરોનાના 68 જેટલાં કેસ અને 18 ના મોત થયા પછી રતનભાઈએ લોક જાગૃતિનું કામ કરી કોરોના કેસો ઘટાડ્યા.

રાજપીપલા : આજે આપણે એક એવા સેવાભાવી વ્યક્તિ વિશેની વાત કરવી છે જેમણે કોરોનાના કપરા સમયમાં નિ:સ્વાર્થ ભાવે એક સેવા કાર્યનું અનોખું યોગદાન આપી રહ્યા છે. હાલ નર્મદામા કોરોનાના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહ્યું છે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીને તો ભોજન મળતું હોય છે પરંતુ ખાસ કરીને દર્દીના સગાઓ, જેઓ પોતાના સ્વજન માટે રાત દિવસ બહાર બેઠા હોય છે એમને જમવાની વ્યવસ્થા પોતે કરવી પડતી હોય છે, અને એમાં પણ જ્યારે બજાર અમુક સમય મર્યાદામાં જ ખુલતું હોય તો ઘણા લોકો ને જમવા માટે અગવડ થઈ જતી હોય છે, એ જ રીતે GRD અને હોમગાર્ડસના જવાનો પણ ગામડેથી ફરજ બજાવવા મોટી સંખ્યામાં તાલુકા મથકે આવતા હોય છે, આ બધાને છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે જમાડવાની વ્યવસ્થા આપણા સેવાભાવી રતનસિંહ વસાવાઅને તેમનું મિત્ર વર્તુળ કરી રહ્યા છે, એ પણ એકલા હાથે, જોકે રતનસિંહજીના ધર્મપત્ની પણ આ કાર્યને પોતાના માથે ઉઠાવી લીધું છે, તેઓ પોતે જ આ બધા જરૂરતમંદો માટે સેવાભાવથી જમવાનું બનાવે છે અને રતનસિંહ પોતાની ગાડીમાં પેક કરેલા ટિફિન બોક્સનું વિતરણ કરે છે. દેડિયાપાડાના આ સેવાભાવી દંપતી નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.

દેડિયાપાડા તાલુકો આમ તો નર્મદા જિલ્લાનો અતિ પછાત તાલુકો ગણી શકાય. સુવિધાનો અભાવ અને તેમાં પણ ખાસ કરીને કોરોનાની કઠણાઈ અને એમાં પણ અભણ અને કોરોનાના ડરથી ફફડી ઉઠેલા લોકો વચ્ચે માનવતાની મહેક જેવું અદભુત સેવા કાર્ય શરૂ કરનાર વ્યક્તિ એટલે રતનસિંહભાઈ વસાવા હાલ લોકો માટે મદદરૂપ થઈ રહ્યા છે. આ અતિ પછાત ક્ષેત્રમાં શૈક્ષણિક કાર્ય દ્વારા લોકોને શિક્ષિત કરનાર રતનસિંહભાઈ પોતે એક વકીલ છે અને એક અંગ્રેજી માધ્યમની પૃથ્વી કિડ્સ નામની શાળા ચલાવે છે. આજુબાજુના ગામડાઓમાં કોરોનામાં લોકો સંક્રમિત થવા લાગ્યા ત્યારે સંવેદનશીલ રતનસિંહભાઈએ એમના મિત્રો સાથે ચર્ચા કરી કે લોકોને સંક્રમિત થતા કઈ રીતે રોકી શકાય.? એમના મિત્ર વર્તુળમાં ઘનશ્યાનભાઈ પટેલ તથા નાની બેડવાણના ધરમ ખત્રી સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ આ ત્રણેય લોકોએ ભેગા મળી એક મિત્ર વર્તુળ નામનું ગ્રૂપ બનાવ્યું અને નક્કી કર્યું કે ગામડે ગામડે જઈ લોકોને સમજાવીને ટેસ્ટિંગ માટે પ્રેરિત કરવામાં આવે તેમજ જરૂરતમંદ વ્યક્તિઓની મદદ કરવાથી કોરોનાની ચેનમાં બ્રેક વાગી શકે છે, ઘનશ્યામભાઈ ના માર્ગદર્શન હેઠળ આ ગ્રૂપ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓનો ખાસો એવો પડઘો પડ્યો, જ્યાં સરકારી કર્મચારીઓને જોતામાં જ લોકો ખેતરોમાં જઈ છુપાઈ જતા હતા એના બદલે ધીરે ધીરે વિશ્વાસ કેળવવા લાગ્યો, લોકો ટેસ્ટિંગ માટે આગળ આવવા લાગ્યા, કોઈ જો કોરોના પોઝિટિવ નીકળે તો એને ઘરે જ ઉપચારની સુવિધા મળી રહે એનું ખાસ ધ્યાન આ ગ્રૂપ દ્વારા રાખવામાં આવ્યું, અને સંક્રમિત વ્યક્તિ સાથે પણ એકલવાયું ન લાગે એ રીતે ખબર અંતર લેવામાં આવતા. આ દરમ્યાન ઘણા દર્દીઓ એવા હતા કે જેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી હતી, એવા દર્દીઓને કોવિડ હોસ્પિટલ રાજપીપળા ખાતે આ ગ્રૂપ દ્વારા મોકલવામાં આવ્યા, અને સતત ડોક્ટરો સાથે સંપર્ક કેળવી દર્દીના ઘરના લોકોને દર્દીના ઈલાજ વિશેની સતત માહિતી આપતા રહ્યા, જાણે એ કુટુંબની જવાબદારી એમના માથે જ હોય એ પ્રમાણે ફક્ત દર્દી જ નહીં પણ પરિવારને પણ કાઉન્સિલ કરતા રહ્યા, આ સમય ગાળામાં એવું પણ ધ્યાનમાં આવ્યું કે દર્દીઓને તો સરકારી ધારા ધોરણ મુજબ ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલ છે, પણ દર્દીનાં સગા સંબંધીઓ ને જમવાની અગવડ પડતી હોય છે તથા જી.આર.ડી અને હોમગાર્ડસના કર્મચારીઓ પણ ગામડેથી તાલુકા પ્લેસ પર પોતાની ફરજ બજાવવા આવતા હોય છે. એમને પણ જમવાની અગવડ પડતી હોય છે, સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ ગામડેથી આવતા હોય છે આ બધું જોઈને રતનસિંહભાઈએ આ બધા માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરી અને દરેક વ્યક્તિને ટિફિન પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે આ કામમાં તેઓ પોતે તથા તેમના પત્ની, માતા અને દીકરા અને દીકરી એમને પૂર્ણ સહકાર આપે છે. પરિવાર આખો સેવાની ભાવના સાથે આ કાર્ય હોંશેહોંશે કરે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીનાં પટમાંથી રેતીની લીઝ મામલે સાંસદની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત…

ProudOfGujarat

અમેઝીંગ સાયકલ ગ્રુપે ઝઘડીયા તાલુકાનો પ્રવાસ કર્યો.

ProudOfGujarat

વડોદરાના કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે પર ટ્રક પલટી જતાં વાહનોની કતાર લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!