Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

Share

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે અલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડીમા સાત દિવસ ગોંધી રાખી બળાત્કારની ચકચારી ઘટના બનવા પામી છે. આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદી ભોગ બનનાર સગીર કન્યાએ ત્રણ આરોપીઓ (૧) રાહુલ ભીલ જે (૨) સુનીલભાઈ બાબુભાઈ ભીલ (રહે રાયસીગપુરા
તા.નસવાડી જી.છોટાઉદેપુર)તથા (૩) અશ્મિતાબેન અજયભાઈ ભીલ (રહે મીઠીવાવ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી ભોગ બનનાર તથા તેની ભાભી અશ્મિતાબેન સાથે ગઈ તા.૨૩/૦૫/૨૦૨૧ ના બપોરના એકાદ વાગ્યે સંડાસ જવા
તથા ખેતરે જવાનું કહી ફરીયાદી ને લઈ ગયેલ તે દરમ્યાન આરોપી રાહુલે અશ્મિતાએ આરોપી સુનીલભાઈ સાથે ફોન કરી વાતચીત કરી ખેતરે બોલાવી પુર્વ આયોજીત કાવતરૂ રચી આરોપીઓની મોટરસાયકલ લઈને બોલાવતા બન્ને આરોપીઓ અલગ અલગ મોટરસાયકલ લઈને આવતા આરોપી
અશ્મિતાબેનની આરોપી સુનીલભાઈની મોટરસાયકલ ઉપર બેસેલ અને આરોપી રાહુલે ફરીયાદીને મારી સાથે મોટરસાયકલ ઉપર બેસીને ચાલ નહિ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી આરોપીઓ મોટરસાયકલ ઉપર બેસાડી અંકલેશ્વર મુકામે લઈ જઈ ફરીયાદી સાથે આરોપી
રાહુલે તા.૨૩/૦૫/૨૦૧ થી તા.૨૯/૦૫/૨૦૨૧ સુધી ઓરડીમાં ગોંધી રાખી અવાર –નવાર શારીરિક સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ કહી ફરીયાદીને મીઠીવાવ ગામે છોડી જતા રહી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

નડિયાદ નગરપાલિકાની સામાન્યસભા બે મિનિટમાં પૂર્ણ, ૧૯ વિકાસના કામો મંજૂર

ProudOfGujarat

ભરૂચ નર્મદામૈયા બ્રિજ પર આત્મહત્યા કરવા આવેલ મહિલાને સ્થાનિક અને પોલીસની મદદથી બચાવી લેવાઇ..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!