Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા.

Share

નેત્રમ કમાન્ડ કંટ્રોલના ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. નર્મદા પોલીસને સફળતા મળી છે. જેમાં હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓના સુપરવિઝન હેઠળ તેમજ જીલ્લાની ત્રીજી આંખ સમાન ગણાતી નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલના સીસીટીવી કેમેરામાં એક મોટરસાયકલ રજી.નં. જી.જે.-૦૬-ઇએલ-૯૩૪રની શંકાસ્પદ વાહન ડીટેક્ટ કરતા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા તપાસ કરાવતા મોટર સાયકલની ફરીયાદ વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથકના ઇ.પી.કો. ક્લમ ૩૭૯ મુજબ ફરીયાદ નોંધવામાં આવેલ. જેથી આ ગુનાની તપાસના આધારે મોટરસાયકલ વાઘેથા ગામેથી મળતા જેને રીકવર કરી ફરીયાદી રાકેશભાઇ નિરંજનભાઇ ચૌધરી રહે. નવાપુરા તા.જી.વડોદરાનાને બોલાવી જેની પુછપરછ કરતા સદર મોટર સાયકલ ચોરીની ફરીયાદ તેમણે નવાપુરા પો.સ્ટે.માં રજીસ્ટર કરાવેલ પરંતુ મોટર સાયકલના લોનના હપ્તા ભરપાઇ ન કરવાના કારણે બજાજ ફાઇનાન્સના કર્મચારીઓ દ્વારા આ મોટર સાયકલ સીઝ કરી પરત લઇ ગયેલ જેની જાણ ફરીયાદીને પણ કરવામાં આવેલ. પરંતુ ફરીયાદીએ આ બાબતે આજદિન સુધી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરેલ હોય અને પોલીસ સ્ટેશન ખાતે મોટર સાયકલ ચોરીનો ગુનો અનડીટેક્ટ રહેવા
પામેલ. જે એલ.સી.બી. સ્ટાફ દ્વારા તપાસમાં જાણવા મળતામોટર સાયકલને આગળની જરૂરી કાર્યવાહી કરવા સારૂ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેરને સોંપવામાં આવેલ છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

CISF માં પસંદગી પામેલ યુવતીનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર માર્ગને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!