ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના ૨ ટર્બાઇનો ૨૪ કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં ૩૧ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જૂનો ગોરા બીજ ડૂબવાની સ્થિતિમાં આવી ગયો છે. ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા બંધમાં ૨૦૩૭ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હાલ ભરેલો છે, ત્યારે તંત્ર દ્વારા હાલ રીવરબેડ પાવર હાઉસના ર ટર્બાઈનો ચાલુ કરી ૨૪ કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં ૩૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે, ગોરાબ્રિજ જ પણ ડૂબવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, નવો પુલ બન્યો છે જેના કારણે રાહદારીઓને કોઈ તકલીફ નહિ પડે અને આમ પણ જૂનો પુલ હાલ બિનઉપયોગી જ છે. નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસોમાં કુઝ બોટ ફ્રી ચાલુ થશે તેવી શક્યતાઓ છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી ૧૩૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને
નર્મદા ડેમની જળ સપાટી ૧૨૪.૫૨ મીટર પર છે. નર્મદા કેનાલમાં ૧૦ હજાર ક્યુસેક પાણી
છોડવામાં આવી રહ્યું છે. આમ ભર ઉનાળે વિના વરસાદે નર્મદા બે કાંઠે વહેતી થઈ છે.
દીપક જગતાપ, રાજપીપલા
નર્મદા નદીમાં 31 હજાર કયુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ.
Advertisement