તિલકવાડા તાલુકાના વનમાળા ગામે આડા સંબધ રાખવાના મામલે ઝધડો કરી અદાવતે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામા એકને ગંભીર ઇજા થવા પામી છે. જેમાં તિલકવાડા પોલીસ મથકે 6 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદી મોહસિન કમાલુદ્દીન ચૌહાણ (ઉ.વ ૩૧ ધંધો ગેરેજ રહે.વનમાળા (પંચાયત ફળીયુ) તા. તિલકવાડા)એ આરોપીઓ
(૧) ઇમરાન એહમદખાન શેખ (૨) નજરૂદિન કમરૂદ્દીન શેખ (૩) ઇશાકભાઇ કમરૂદ્દીન શેખ (૪) શાહીલ સુલતાન શેખ (૫) ફૈજલ મયુદિન શેખ (6) તાહીબેન એહમદભાઇ શેખ
(તમામ રહે.વનમાળા તા.તિલકવાડા જી નર્મદા) સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી મોહસિન ચૌહાણ પોતાના કામે જતો હતો ત્યારે આરોપી તાહીબેને ઉભો રખાવી ફરીયાદીને તુ કેમ મારા છોકરાઓ તથા ભત્રીજાને ધમકાવે છે તેમ કહેતા ફરીયાદીએ જણાવેલ કે આ શહેનાઝ જાવેદ શેખની વિધવા સાથે આડા સંબંધ નહી રાખવા તેમ કહેતા આ આરોપીઓ
એક સંપ થઇ ગે.કા.મંડળી બનાવી હાથમાં મારક હથિયારો ધારણ કરી આરોપી ફૈજલ મયુદિન શેખ નાઓ અગાઉ શહેનાઝ જાવેદ શેખની વિધવા સાથે આડા સબંધ રાખવા બાબતે ફરીયાદીએ ફૈજલ મયુદિન શેખ નાઓને ધાક ધમકી આપેલ તેની અદાવત રાખી આરોપી ઇમરાને કુહાડી વડે બન્ને પગના ભાગે મારી ડાબા પગે ફ્રેકચર કરી તથા આરોપી નજરૂદિને લાકડીનો સપાટો માથામાં મારી તથા આરોપી ઇશાકભાઇએ પાઇપ વડે બરડાના ભાગે મારી તથા આરોપી શાહીલ શેખે ત્રીકમ વડે જમણા પગના થાપાના ભાગે મારી તથા આરોપી ફૈજલે લાકડી વડે બને પગોના ભાગે સપાટા મારી તથા આરોપી તાહીબેને
બન્ને આંખના નીચેના ભાગે નખો વડે ઇજાઓ કરી મા બેન સમાણી ગાળો આપી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા