લોકડાઉન બાદ નર્મદામા નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે. જેમાં લાછરસ ગામની ૬૫ વર્ષના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી છે.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા ટીમના ઇન્ચાર્જ પી.એસ. આઈ કે .કે .પાઠક ના નેતૃત્વમાં લાછરસ ગામમાંથી ૬૫ વર્ષના વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલે રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભારતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તાળું મારી દીધું છે. જેથી મારા ઘર મને પાછો બોલાવો. આ અંગે નિર્ભયા સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાવતા ત્યાં જઈને તેમને સમજાવતા તાળું ખોલી તેમના ઘરમા પુનઃ પ્રવેશ કરવાવી મામલો થાળે પાડ્યો હતો. હાલ લોક ડાઉનમા ઘરેલુ હિંસા, માનસિક શારીરિક ત્રાસ તથા અન્ય હેરાનગતિના કિસ્સા વધી જતા આવા સમયે નિર્ભયા સ્કવોર્ડની કામગીરી આશીર્વાદરૂપ પુરવાર થઈ છે.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના સૂચનાથી પીએસઆઇ કે કે પાઠકના નેતૃત્વમાં જિલ્લા નિર્ભયા ટીમ ગામે-ગામે ફરી દરેક બહેનોને મદદ કરી જાગૃતિ કરવામાં આવી રહ્યા છે અને દરેકને જણાવવામાં આવે છે કે કોઈપણ તકલીફ પડે તો નિર્ભયા ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા