નર્મદા જિલ્લામા કોરોના પહેલાનર્મદા પોલીસ દ્વારા નિર્ભયા ટીમ કાર્યરતથઈ હતી જેમાં શાળાઓ, કોલેજો મા કે જાહેર સ્થળો પર રોમિયાઓ કન્યાઓ યુવતીઓ ની છેડતી કરે તો તેને સબક શીખવાડતી હતી. અને આરોપીઓ ને ઝડપી તેની સામે કાર્યવાહી કરી સબક પણ શીખવાડે છે અને મહિલાઓને નિર્ભય બનાવે છે. પણ લોકડાઉનમા શાળા કોલેજો બંધ થઈ જતા આ કામગીરી સ્થગિત થઈ ગઈ હતી પણ હવે નિર્ભયા ટીમ નર્મદા પોલીસની મદદથી ફરીથી સક્રિય બની છે.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ ના સૂચનાથી પીએસઆઇ કે કે પાઠક ના નેતૃત્વમાં જિલ્લા નિર્ભયા ટીમ ગામે-ગામે ફરી આગણવાડી બહેનોની મદદથી કોઈ બહેનોને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખી અને કોઈ પણ છોકરીને ભણવામાં અસામાજિક તત્વો અડચણરૂપ ન બને તે માટે ગામડે ગામડે ઘેર-ઘેર ફરી દરેક બહેનોને મદદ કરી જાગૃતિ કરવામાં આવી રહ્યા છે.અને દરેકને જણાવવામાં આવે છે કે કોઈપણ તકલીફ પડે તો નિર્ભયા ટીમ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
લોકડાઉન બાદ નર્મદામા નિર્ભયા ટીમ ફરીથી સક્રિય : છોકરીને ભણવામાં અસામાજિક તત્વો અડચણરૂપ ન બને તે માટે માર્ગદર્શન આપ્યુ.
Advertisement