Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં અગર ગામ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

Share

તિલકવાડા તાલુકાના અગર ગામ પાસેથી મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ હેરાફેરી કરતા આરોપી પાસેથી કુલ્લે કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ એલ.સી.બી. નર્મદાપોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં મીણીયા થેલામાથી વિદેશી દારૂના હોલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા
૫૦,૦૦૦/-ની પલ્સર મોટર સાઇકલ મળી કુલ કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપાયો છે. આ ગુનામા એક આરોપી ઝડપાયો છે જયારે બે ફરારથઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

બનાવની વિગત અનુસાર એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાના સુપરવિઝન હેઠળ પોલીસને બાતમી મળેલ કે એક પલ્સર
મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં. જી.જે.૩૪-કે-૧૫૯૨ ઉપર વિદેશી દારૂના થેલા ભરીને ઉતાવળી ચોકડી તરફ પસાર થવાની છે.જે બાતમીને આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો અગર ગામ પાસે નાકાબંધી કરી વોચમાં હતા. તે દરમ્યાન પલ્સર મોટર સાયકલને રોકવાનો પ્રયત્ન કરતા રોકાયેલ નહી. જેથી તેનો પીછો કરી મોટર સાયકલને રોકતા મોટર સાયકલ ચાલક ભાગી ગયો હતો તથા પાછળ બેસેલ ઇસમ ભાવેશભાઇ બચુભાઇ ડુંગરાભીલ( રહે. તણખલા તા.નસવાડી જી.છોટાઉદેપુર મુળ રહે. બીલદા તા.કવાંટ જી.છોટાઉદેપુરના)ને ઝડપી તેની પાસેના મીણીયા થેલામાં તપાસ
કરતા વિદેશી દારૂના હોલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દમાલ મળી આવેલ.પલ્સર મોટર સાયકલ-૧ કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને અટક કરી મુદ્દામાલ બાબતે પુછપરછ ગુનાના કામે સહ આરોપી દિનેશભાઇ ઉર્ફે રાજુ ઉર્ફે પટેલ દિત્યાભાઇ ડુંગરાભીલ (રહે. તણખલા તા.નસવાડી જી.છોટાઉદેપુર) દિનેશભાઇ સુંગાભાઇ ડુંગરાભીલ (રહે. કુકરદા તા.નસવાડે જી.છોટાઉદેપુર)ને વોન્ટેડ જાહેર કરી તિલકવાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આખરે અંક્લેશ્વરમાં સક્રિય….

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં નીકળેલી ટોળકીએ પેસેન્જર તરીકે બેસેલ મહિલાને વિશ્વાસમાં લઇ ઘરેણાં લઈ ફરાર થતા ચકચાર..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!