રાજપીપળા:આરીફ જી કુરેશી
નર્મદા પોલીસે સપ્ટેમ્બર મહિનામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 276 કેસો કરી 55 હજાર નો સ્થળ દંડ ફટકાર્યો ટ્રાફિક પીએસઆઇ ગળચર અને તેમની ટીમે અલગ અલગ સ્થળે ચેકીંગ કરી દંડ વસુલ્યો અલગ અલગ ગુનાઓ માં વાહન ચાલાકોને પકડી દંડ વસુલ કરતા નિયમોનો ભંગ કરી બેફામ દોડતા લોકોમાં ફફડાટ.
રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ ટ્રાફિક પીએસઆઇ કે એલ ગળચર અને તેમની ટિમ દ્રારા જિલ્લાના અલગ અલગ પોઇન્ટ ઉપર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સપ્ટેમ્બર મહિના માં ખાસ જુમ્બેશ રાખવામાં આવી જેમાં પોલીસ ચેકીંગ દરમિયાન અલગ અલગ ટ્રાફિકના ભંગ બદલ કુલ 276 કેસ કરી 54,950/-રૂપિયા નો સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જોકે ટ્રાફિકના નવા નિયમો માટે ની મુદત ભલે લંબાઈ હોય પરંતુ હાલ નર્મદા પોલીસે જુના નિયમ મુજબ ચેકીંગ કરી દંડ વસુલ્યો હતો જેમાં તારીખ 1-9-19 થી તારીખ 25-9-19 સુધીમાં 276 કેસ માં કુલ 54,950/-રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો.
સીટ બેલ્ટ વગરના -64, ટ્રાફિક અડચણના -26, ટ્રાફિક સિગ્નલ ભંગ -42, હેલ્મેટ વગરના -111, ત્રણ સવારી -10, ઓવર સ્પીડ -09, લાઇસન્સ વગર ડ્રાઈવિંગના -08, અસલ કાગળ વગરના -01 અને વાહન ડિટેનના -07 કેસો મળી કુલ 276 કેસ કરી સ્થળ પર જ રૂપિયા 54,950 નો દંડ વસુલ કરતા વાહન ચાલાકોમાં ફફડાટ ફેલાયો હતો.