Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ.

Share

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા શહેર સહિત સમગ્ર જિલ્લાને વધુ હરિયાળું બનાવવા માટે જિલ્લા પ્રસાશન દ્રારા હાથ ધરાયેલ “ગ્રીન જિલ્લા” પ્રોજેકટ અંતર્ગત નર્મદા જિલ્લામાં તમામ સરકારી તેમજ સામાજિક – સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે તે વિસ્તારના વાતાવરણની અનુકુળતા મુજબના મહત્તમ રોપાઓનું વાવેતર કરવાની સાથોસાથ તેના ઉછેર અને યોગ્ય માવજતની સહિતની તમામ બાબતોની પૂરતી કાળજી સાથે આ પ્રોજેકટના સઘન અમલીકરણ થકી “ગ્રીન નર્મદા” ના બિરૂદથી જિલ્લો ગર્વાન્વિત થાય તે દિશામાં ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવાની ખાસ હિમાયત કરી છે.

નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, જેવા વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી “ગ્રીન નર્મદા” પ્રોજેકટ અંતર્ગતની ઉકત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં જિલ્લા કલેકટર ડી.એ.શાહે જમીનની N.A. મંજૂરી તેમજ માલિકી ખાતેદારના વૃક્ષો કાપવાની પરવાનગી આપતી વખતે સરકારી નિયમ અને શરત મુજબ વૃક્ષોનું જે વાવેતર કરવાનું થતું હોય છે તે બાબતનું પણ સંપૂર્ણ પાલન થાય તે જોવાની પણ તેમણે ખાસ તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટર.શાહે બેઠકને સંબોધતાં વધુમાં જણાવ્યા મુજબ જિલ્લાની તમામ આંગણવાડી/પ્રાથમિક/માધ્યમિક શાળા/મહાશાળા સહિતના શૈક્ષણિક સંકુલો, તમામ આઇ.ટી.આઇ., તમામ આરોગ્ય સંસ્થાઓ-દવાખાના સંકુલ, પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ, વોટર વર્કસ, DGCVCL ના તમામ સબ-સ્ટેશન વિસ્તાર, એસ.ટી.ડેપો, નગરપાલિકા, મામલતદાર સહિત તમામ મહેસૂલી-પંચાયત કચેરીઓ, ગ્રામ પંચાયત, રમતગમત સંકુલ, માર્ગ અને મકાનના સ્ટેટ-પંચાયત તેમજ નેશનલ હાઇવે હસ્તકના રસ્તા પ્રોજેકટ સહિતની તમામ સરકારી કચેરીઓ ઉપરાંત સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે દ્રારા તેમના વિસ્તારની નર્સરીમાં જે તે વિસ્તારને અનુરૂપ અને ઉપલબ્ધ રોપાઓનું મહત્તમ વાવેતર થાય તે માટે અત્યારથી જ સરકારી કચેરીઓને વૃક્ષારોપણના કરાયેલા આયોજન મુજબ અત્યારથી જ પૂરતી સંખ્યામાં નરેગા યોજના હેઠળ જરૂરી ખાડાઓ ખોડાવીને તૈયાર રાખવા અને પ્રથમ વરસાદ થયા બાદ જે તે નિયત કરાયેલ રોપાઓનું સમયસર વાવેતર કરીને તેના યોગ્ય ઉછેર માટે પાણીની વ્યવસ્થા ઉપરાંત તેની માવજત માટે “ટ્રી ગાર્ડ” ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી લેવાની બાબત ઉપર શાહે ખાસ ભાર મૂકયો હતો.

Advertisement

નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયાએ ઉકત બેઠકમાં ચર્ચા દરમિયાન વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં સરકારી નર્સરીઓ મારફત ૨૨.૪૦ લાખ રોપા અને ખેડૂત લાભાર્થી ખાતેદાર (DCP) મારફત તૈયાર કરાયેલ ૮.૮૦ લાખ સહિત અંદાજે કુલ ૩૧.૨૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. પંડયાએ ચાલુ વર્ષના જિલ્લાકક્ષાના, તાલુકાકક્ષાના અને ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની વિગતોની પણ પ્રાથમિક જાણકારી આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

લાયન્સ કલબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો.

ProudOfGujarat

સુરતનો ચેપ નર્મદા જિલ્લામાં તથા રાજપીપળામાં ફેલાયો હોવાની દહેશતનાં પગલે જિલ્લા કલેકટરે તાત્કાલિક મીટીંગ બોલાવી એક્શન પ્લાન તૈયાર કર્યો.

ProudOfGujarat

લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર ચાલકનું અકસ્માતમાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!