Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

Share

રાજપીપલા : તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમા મોટર સાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે. જેમાં અન્ય એક ને ગંભીર ઇજા થવા પામી છે.

આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી સોનાબેન તે અર્જુનભાઇ પિતામ્બરભાઇ ભીલની દિકરી (ઉ.વ. ૩૩ ધંધો ઘરકામ રહે-ગોધામ તા.તિલકવાડા)એ આરોપી ટ્રક નંબર જી.જે.૨૨ ૩.૩૩૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટ્રક નબર જી.જે.૨૨ યુ.૩૩૬૬ ના ચાલકે પોતાની ટ્રક રોડ ઉપર ઉભી રાખી અને ટ્રાફીક ને અડચણ રૂપ ટૂંક ઉભી રાખેલ. તે બાબતે રોડ ની બન્ને સાઇડે આડ નહી મુકી ટ્રકની બાજુમાં ટ્રકનું વ્હીલ મુકી ટ્રકનું ટાયર બદલતા હતા ત્યારે ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક રોડ ઉપર ટ્રાફીક અડચણ રૂપ ઉભી રાખી તેની બાજુમાં ટ્રકનું ટાયર મુકી તે બાબતે રોડની સાઇડમાં કોઇ આડ નહી મુકી કે સાઇડ બતાવ્યા વગર ટ્રકનું ટાયર બદલતા હતા તે વખતે આ કામના મો.સા.નં.જી.જે.૨૨ ડી.૦૭૭ ના ચાલક અર્જુનભાઇ પિતામ્બરભાઇ ભીલે પોતાના કબ્જાની મો.સા. ટ્રક ના વ્હીલ સાથે અથડાતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોચાડી મોત નિપજાવેલ છે તથા ફરીયાદીને પણ જમણી આંખના ઉપરના ભાગે તથા જમણા હાથના કોણીના ભાગે તથા જમણા પગના ઘુટણના ભાગે સાધારણ ઇજાઓ કરી ટ્રક ચાલક ટ્રક ત્યાં મુકીને ભાગી જઇ ગુનો કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હવે સરકાર નીરવ મોદીને પકડવા પોસ્ટરો ચોંટાડશે, હાજર નહીં થાય તો મિલકત જપ્તી

ProudOfGujarat

વાપીનાં સંજાણમાં રેલવે ફ્લાય ઓવરમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની આશંકા

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા બની બાર્બી ડોલ, 60 લાખના રેડ આઉટફિટમાં જોવા મળ્યો હોટ અવતાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!