રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી માં કનેક્ટિવિટી ના ધાંધિયાથીલોકો પરેશાન થઈ ઉઠ્યા છે.છેલ્લા ૧૨ દિવસથી કચેરીમાં કનેક્ટિવિટી નથી. કલેકટર કચેરી પાસે બીએસએનએલ ના કેબલ કપાયા હોવાથી ઇન્ટરનેટ સેવા ખોરવાઈગઈ છે.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી માં કનેકટીવીટી ન હોવાને કારણે કચેરીનામોટા ભાગ ના કામો અટવાયાછે.અધિકારીઓ અને કર્મચારીઓનેપણ કેવડીયા તિલકવાડા વગેરેની કચેરીમાંથીકામો કરવાનો વારો આવ્યો છે.આમ બીએસએનએલની કનેક્ટિવિટીની સેવાનર્મદા જિલ્લા મા તદ્દન નિષ્ફળ પુરવાર થઇ છે.
બીએસએનએલની ઇન્ટરનેટ સેવા વારંવાર ખોટકાવાથી કારણે લોકોના કામો થતા નથી.મોટાભાગની સરકારી કચેરીઓમાં ઈન્ટરનેટની સેવા કનેક્ટિવિટી ના અભાવે ખોરવાઈ જાય છે.જેને કારણે લોકોના કામો અટવાયા છે.ખાસ કરીને કચેરીમાં સોલાર સિસ્ટમ ના કામોની ફાઈલો અટવાઈ પડીછે ગ્રાહકોએ બે-ત્રણ મહિનાથી પૈસા ભરી દીધા હોવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની માં કનેક્ટિવિટીની અને અન્ય કર્મચારીઓની સમસ્યા હોવાને કારણે ગ્રાહકોના કામો થતાં નથી. એજન્સી વાળા અને ગ્રાહકો કચેરીએ ધક્કા ખાય છે. પણ કામો થતાં નથી. અને જુદા જુદા બહાના કાઢે છે તેથી ગ્રાહકોમાંભારે રોષ ફેલાયો છે.સત્વરે સોલાર સિસ્ટમ ના અટવાયેલા કામો પુરા કરે એવી ગ્રહકોની માંગ છે.
જ્યોતી જગતાપ, રાજપીપલા