નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારીમા લોહીની જરૂરીયાત વધી જવા પામી છે. છેલ્લા કેટલાક સમય થી રાજપીપળા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, બ્લડ બેન્ક પાસે હાલલોહી નો સ્ટોક ખૂટી જવા પામ્યો હતો.માંડ 5થી 7બેગ સ્ટોકમાં હશે. ત્યારે હાલ નર્મદામા લોહીની ભારે તંગી પડી રહી છે. નર્મદા જિલ્લામાંથી કોઈ સેવાભાવી સંસ્થાઓ કે સરકારી કચેરીઓ કે અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા રક્તદાન થતું ન હોઈ ક્ર્મશ લોહીની ની જરૂરિયાત ઊભી થવા પામી છે. ત્યારેલોહી ની જરૂરિયાત માંગ વધી જવાથી તેની સામે લોકો તરફથી સામેથીલોહી નું દાન મળતું નથી. જેને કારણે હાલ બ્લડ બેન્ક પાસેલોહી ની તંગી ઉભી થવા પામી હતી.જોકે નસીબજોગે સુરતનીએક સંસ્થાએ વરાછા ખાતે એક શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન દ્ કરીને રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી મળ્યું છે.તેનાથી બ્લડબેંકને પણ હાશકારો થયો છે. આ અંગે બ્લડ બેંકના ચેરમેન એન બી મહિડાએ જણાવ્યું હતું કે રાજપીપળા માંથી નર્મદા જિલ્લામાંથી છેલ્લા કેટલાક વખતથી રક્તદાનની પ્રવૃત્તિ ખાસ થતી ન હોવાથી અને લોકોમાં માં જાગૃતિ ન હોવાથી બ્લડ બેંકને જરૂરિયાત પ્રમાણે લોહી મળતું નથી.જેમાં ક્રિટીકલ સંજોગોમાં લોહીની ખાસ જરૂરિયાત વખતે દર્દીઓને મુશ્કેલીમાં મુકાવું પડે છે. ત્યારેરણ મા મીઠડી વીરડી ની જેમ સુરતની સેવાભાવી સંસ્થા એ
નાના વરાછા સુરત ખાતે સ્વ.કિશોરભાઈ લાલજીભાઈ ધોળકીયા ના સ્મરણાર્થે
આદિત્ય વહીવટી કમિટિ તેમજ આદિત્ય યુવા ટીમધોળકીયા પરિવાર ના સહકારથી રક્તદાન યોજી 102યુનિટ રક્ત એકત્ર કરીને રાજપીપલા બ્લડ બેન્ક મળેલ છે.
આવી જ રીતે રાજપીપળા અને નર્મદા જિલ્લામાંથી પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સરકારી તંત્ર સહયોગ આપે તો રક્તદાન અને રક્તદાન કેમ્પ દ્વારા વધુ રક્ત બેંકને મળી શકે.જેથી ઇમર્જન્સીમાં કોઈ ની જરૂરિયાત વાળાઓને લોહી પૂરું પાડી શકાય.
લોકો આ દિશામાં રક્તદાન કરવા આગળ આવે એ જરૂરી હોવાનું જણાવ્યું હતું.મિત ગ્રુપ મા સદસ્યો તથા છૂટક લોકો રક્તદાન કરે છે પણ વધુ રક્તદાન થાય એવા પ્રયત્નો કરવા લોકો આગળ આવે એ જરૂરી છે.
જ્યોતિ જગતાપ રાજપીપલા