રાજપીપલા : રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકઅને બોરીદ્રા ગામના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પોતાના ગામમા કોરોનાની મહામારીમાં અનોખી સેવા કરી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે જાગૃતિ સંદેશો ઘરે ઘરે જઈને આપે છે.
જેમાં અત્યાર સુધીમાં 600 માસ્ક, 5000 થી વધુ કોરોના વોરિયર્સ અને ગામલોકોને લીંબુ શરબત અને આયુર્વેદિક ઉકળાનું વિતરણ કર્યું છે. રૂ 70,000 ખર્ચે શાળાના બાળકોને મફત ગણવેશ વિતરણ કરાયું તથા 35 હજારના ખર્ચે દાતા દ્વારા શાળામા વોટર કૂલર આપેલ છે. 20 હજારના ખર્ચે બાળકોને શિક્ષણની સામગ્રી આપેલ છે. જરૂરિયાતમંદોને રાશન કીટ આપેલ છે. ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ પણ આપી છે.
આ બધુ દાતાઓના દાનથી અને પોતાના યથાશક્તિ ફાળાથી આ તમામ સામગ્રી આપી ગામની સેવા કરી રહ્યા છે. કોરોના સામે સંપૂર્ણ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરીને સેવાનું ઝરણું અને શિક્ષણનું ઝરણું વહેતુ રાખતા બોરિદ્રાના મુખ્ય શિક્ષકના પ્રયાસથી ગામમા આજે એક પણ કોરોનાનો કેસ નથી.
જ્યોતિ જગતાપ, રાજપીપ