રાજપીપળા :આરીફ જી કુરેશી
નાંદોદ ના ધાનપોર ગામની સીમ માથી વન વિભાગે પાંજરૂ ગોઢવી દીપડાને જબ્બે કરતા રાહત ચારેક દિવસ થી લટાર મારતા ખુંખાર દીપડાને જોઈ ગ્રામજનો માં ફફડાટ હતો ત્યારબાદ વન વિભાગે પાંજરું મૂકી જબ્બે કર્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામની સીમમાં ચારેક દિવસ થી એક ખુંખાર દીપડો દેખાતા ગ્રામજનોમા ભારે ગભરાટ ફેલાયા બાદ ગામના પ્રફુલભાઇ નામના એક આગેવાને વન વિભાગને લેખિત જાણ કરતા ગત 23 સપ્ટેમ્બરે વન વિભાગ પાડા રેન્જ ના આરએફઓ અક્ષય પંડ્યા અને બીટગાર્ડ રાજેન્દ્રસિંહ જાદવ એ સ્થળ તપાસ કર્યા બાદ ધાનપોર મા દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું જેથી આ પાંજરામા મુકેલો ખોરાક ખાવાની લાલચે દીપડો અંદર આવતા પાંજરે કેદ થઈ ગયો હતો આમ ચાર દિવસ બાદ દીપડો પાંજરે કેદ થતા ગ્રામજનો એ રાહત મેળવી હતી. પાડા રેંજ ના આરએફઓ અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે આ દીપડો ગામના મરઘાંને ખોરાક બનાવતો હતો કોઈ માનવજાતને નુકસાન પહોચાડ્યું નથી છતાં અરજી મળતા અમારી ટીમે આ દીપડાને સફળતાથી પાંજરે કેદ કરતા ગ્રામજનોને રાહત થઈ હતી.