Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં વાવાઝોડાથી કેળનાં પાકને મોટાપાયે નુકશાન થવાથી ખેડૂતોની નુકશાની વળતરની માંગ.

Share

નર્મદા જિલ્લામાં મુખ્યત્વે શેરડી અને કેળની ખેતી થાય છે ત્યારે હાલમાં જ  આવેલ વાવાઝોડાએ નર્મદા જિલ્લાના કેળની ખેતી કરતા ખેડૂતોને રાત પાણીએ રોતા કરી દીધા છે. જિલ્લામાં 1000 હેકટરમાં કેળનું વાવેતર થાય છે અને હવે આ કેળનો પાક તૈયાર જ હતો તેવામાં આ વાવઝોડાએ આ તમામ ઉભા પાકને નુકસાન પહોચાડ્યું છે.

જિલ્લાના  રાજપીપલા, ધમણાચા, ભચરવાળા ગામના ખેડૂતોનું કહેવું છે કે અમને કેળના એક છોડ પાછળ 125 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે ત્યારે સરકારે સર્વે તો કર્યો છે પરંતુ અમને એક છોડ દીઠ 200 રૂપિયા પ્રમાણે વળતર આપે તો જ અમને વળતર  મળ્યું  કહેવાય. જોકે જિલ્લા નાયબ બાગાયાતી અધિકારી  એન.વી.પટેલ નું કહેવું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ બાગાયતી પાકમાં એકરદીઠ  ઝીરોથી તેત્રીસ  ટકા સુધી નુકસાની માટે વળતળ  મળવા પાત્ર નથી પરંતુ તેત્રીસ  ટકાથી સાઠ ટકા સુધી નુકસાની વળતળ  ચુકવવમાં આવશે  જેમાં  એકરદીઠ વીસ હજાર રૂપિયા ચુકવવામાં આવશે જયારે ખેડૂતોનું કહેવું છે કે અમને ખર્ચ ઘણો આવે છે અને તે માટે સરકાર છોડ દીઠ વળતર ચૂકવે તોજ અમે આગામી વર્ષે ખેતી કરી શકીશું નહી તો અમે પાયમાલ થઇ જઈશું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નડિયાદ : ખોડીયાર ચોકડી પાસે કારની ટક્કરે પોલીસ કોન્સ્ટેબલનુ મોત.

ProudOfGujarat

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

ProudOfGujarat

સુરત : લિંબાયતના કમરૂનગરમાં આવેલા શ્રમવિસ્તારની 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!