Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત.

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. જોકે સરકારી ચોપડે અત્યાર સુધીમાં કૂલ 16 ના મોતબતાવાયા છે જયારે જયારે સ્મશાન ગૃહમાં કૂલ 206ના અગ્નિ સંસ્કાર કરાયા છે !

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૯ દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૨૫ દર્દીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૩૯ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૪૧, CHC ખાતે ૦૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દર્દીઓ સહિત કુલ-૨૨૫ દરદીઓ સારવાર હેઠળ છે.

Advertisement

આજે RTPCR ટેસ્ટમાં ૭૦૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૮૩ સહિત કુલ-૧૨૮૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૪૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૬ દર્દીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૩ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૬,૨૨૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દર્દીઓ સહિત કુલ-૨૪૧ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૮૫૬૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૩૨૨૭ લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે પસંદગી થઇ.

ProudOfGujarat

ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં 13 સ્પર્ધકો ઝળકયા.

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ પોલીસે શહેરના વચલા ઓઢા વિસ્તારમાંથી નવ ગૌવંશ બચાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!