Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાના કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.

Share

નર્મદાના તિલકવાડા તાલુકાના કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં રીક્ષાને નુકશાન થવા ઉપરાંત પાંચ જણાને ઇજા થવા પામી હતી. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી આરીફખાન ઉસ્માનખાન જાતે રાઠોડ (ઉ.વ.૪૨ ધંધો ડ્રાઇવીંગ રહે. વોરા રાઠોડ ફળીયુ તા.તિલકવાડા)એ આરોપી મો.સા. નબર જી.જે.૩૪ ઇ ૧૦૬૮ ના ચાલક સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત અનુસાર મોટર સાઇકલ નંબર જી.જે.૩૪ ઇ ૧૦૬૮ ના ચાલકે પોતાના કબજાની મો.સા.ત્રણ સવારી બેસાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રીક્ષા નંબર જી.જે.૦૬ ડબલ વાય ૯૫૫૫ ની સાથે સામે થી ટક્કર મારતા રીક્ષાનો આગળનો ભાગ તૂટી ગયો હતો.અને મો.સા.સાથે પડીજઇ મો.સા.સવાર ત્રણેય ને માથાના ભાગે તથા શરીરે ઓછી વતી ઇજાઓ થવા પામી હતી.તેમજ રીક્ષામાં બેઠેલ એક પેસેન્જર નો ડાબો હાથ ભાગી નાખી તેમજ જમણા પગના થાપા તેમજ ઘુટણ ભાગે ઇજાઓ કરી તેમજ ફરીયાદીને કપાળના ભાગે ઇજાઓ પહોચાડી અને મો.સા.સવાર જશુભાઇ હરીભાઇ ભીલ (ઉ.વ.૪૦ રહે.ભરવાડા તા.નસવાડી જી.છોટાઉદેપુર ) ને એસ.એસ.જી.હોસ્પીટલ વડોદરા સારવાર માટે ખસેડતા ત્યાં તેમનું સારવાર દરમ્યાન દરમ્યાન મોત નીપજ્યું હતું.પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

શહેરા તાલુકાના ધાધલપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા અગિયારસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

રાજપીપળા દરબાર રોડ પર ધુળેટીના દિવસે નજીવી બાબતે ધીંગાણું કોયતા વડે હુમલામાં એક મહિલાને ઈજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!