Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના ટંકારી ગામે પ્રેમ સંબંધ રાખવા મળેલ ધમકીથી ડરેલ કન્યાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ… જાણો વધુ..!

Share

રાજપીપલા : નાંદોદ તાલુકાના ટંકારી ગામે આરોપીએ પોતાની સાથે સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબરના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરી લોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો સગીર કન્યાને વાયરલ કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. જેમાં આ વિડિઓ જોઈને ગભરાઈ ગયેલી સગીર કન્યાએ કપાસમાં છાટવાની ઝેરી દવી પી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા આરોપી સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાયો છે.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી સુરેશભાઇ ફતેસિંગભાઇ તડવી (ઉ.વ.૪૨ રહે. ટંકારી ગામે ઉપલું ફળિયું તા. નાંદોદ) એ આરોપી સિધ્ધાર્થ મુકેશભાઇ તડવી( રહે. રાજપીપલા લાલ ટાવર તા.નાંદોદ)સામેરાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. બનાવની વિગત અનુસાર ફરીયાદીની દિકરી સગીરવયની હોવાનું જાણવા છતા આરોપી આરોપી સિધ્ધાર્થ મુકેશભાઈ તડવી (રહે.રાજપીપલા લાલટાવર તા.નાદોદ,) ને તેણીની સાથે પ્રેમ-સબંધ રાખવા માટે પોતાના વોટ્સએપ નંબર ના સ્ટેટસ ઉપર કાચમાં હાથ મારી ઇજા કરી
લોહી નીકળતો વિડીયો તેમજ હોસ્પીટલમાં દાખલ થયેલાનો વિડીયો મુકી તે વિડીયો ફરીયાદીની દિકરી સગીર કન્યાએ જોઈ જતા તેને મનમાં લાગી આવતા કપાસમાં છાટવાની ઝેરી દવી પી જઇ આત્મહત્યા કરવા માટેનું દુષ્પ્રેરણ આચરી ગુન્હો કરતા આરોપી સામે રાજપીપલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી ચૌહણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ : તેલનાર પાટીયા પાસેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

છોટા ઉદેપુર જીલ્લાનાં આંગણવાડી કેન્દ્રોમાં સુખડી વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!