Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત.

Share

રાજપીપલા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર હાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ફરિયાદી જયેશકુમાર રણછોડભાઈ શર્મા(ઉવ ૩૪ ધંધો નોકરી હાલ રહે અલીખેરવા ગામ (બોડેલી) તા.બોડેલી જી.છોટાઉદેપુર મુળ રહે તેજગઢ તા.જી છોટાઉદેપુર)એ આરોપી હાઈવા ટ્રક નંબર U 21 W 9842 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજાની હાઈવા ટ્રક નંબર GJ 21 W9842 ની પુરઝડપે અને બેફિકરાઇપણે હંકારી લાવી એકટીવા નંબર GJ 16 G 6348ની સાથે પાછળથી ટકકર મારી એકસીડન્ટ કરી એકટીવા ચાલક ગૌરીશંકર ખુશાલભાઈ શર્મા( ઉવ ૫૦) ને માથામાં ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજાવી ગુનો કરતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

બ્રહ્માકુમારીઝ દ્વારા નડીઆદની સમાજસેવા અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!