સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપલા ગુજરાતની સૌથી મોટી આયુર્વેદ દવા બનાવતી ફાર્મસી છે. હાલ કોરોના મહામારીમા ઇમ્યુનીટી(રોગપ્રતિકારક શક્તિ ) વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું અહીં મોટા પાયા પર યુદ્ધના ધોરણે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની 577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39 સરકારી દવાખાઓમા વિના મુલ્યે દવાઓ રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી સપ્લાય કરે છે. અહીં ફાર્મસીનું પોતાનું બોટનીકલ ગાર્ડન છે. જેમાં 1700 થી વધુ જાતની આયુર્વેદિક વનસ્પતિઓ ઉગાડવામા આવે છે. રાજપીપલાનું બોટનીકલ ગાર્ડન એટલે આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો ગણાય છે.
આ ફાર્મસીમાં ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના નિયામક આયુષ કચેરી અંતર્ગત ગુજરાતની સૌથી મોટી આયુર્વેદીક દવાઓ બનાવતી ફાર્મસીને કોરોનામા આયર્વેદ ઉકાળા તથા અન્ય ઔષધિઓ જેવી કે ક્વાથ, ઘનવટી, કેપ્સુલ, વગેરે ઔષઘીઓ બનાવે છે. 2020-21 ના વર્ષમા ગત વર્ષ કરતા આ વર્ષે 40% ના વધારા સાથે આ વર્ષે રૂપિયા 15 કરોડની દવાઓનું સૌથી વધારે વિક્રમજનક ઉત્પાદન કરેલ છે અને અહીંથી ગુજરાતની 577 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને 39 સરકારી દવાખાઓમા પહોંચાડવામા આવી રહી છે. જે હોસ્પિટલમા દર્દીઓને વિનામુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવે છે.
આ ફાર્મસી 1982 થી કાર્યરત છે અને 2007 થી જીએનટી સર્ટિફિકેટ ધરાવતી અધિકૃત ફાર્મસી છે. જેમાં સંસમની વટી, યસ્ટીમધુવટી, દશમૂલ ક્વાથ, પથયાદી ક્વાથ, ગુડુચ્યાદી ક્વાથ, લક્ષ્મી વિલાસ રસ, શિતોપલાદી ચૂર્ણ, ત્રિકટુ ચૂર્ણ, તેલ, ભસ્મ, મલમ, ચૂર્ણ, ટેબ્લેટ તેમજ કાચા દ્રવ્યોનું અહીંની અધ્યતન લેબોરેટરીમા ટેસ્ટિંગ થાય છે. દવાઓને તડકામાં સુકવી તેને ઓવનમા સુકવવામા આવે છે. એ માટે સોલાર પ્લેટો અગાસીમા લગાડવામા આવી છે. જે માંથી સૌરઉર્જાથી ઓવન ચલાવવામા આવે છે. સૂર્યની ઉર્જામા સૂકવવાથી તેના ગુણધર્મો ક્વોલિટી જળવાઈ રહે છે. અર્થાત અહીં ઉત્તમ ક્વોલિટીની દવા બને છે. ફાર્મસી પાસે દવા બનાવવાના આધુનિક સાધનો અને મશીનરી, બોઈલર, સોલાર સિસ્ટમ, અને દવાઓનું પેકીંગ સિસ્ટમ છે. દર વર્ષે અહીંની ફાર્મસીમા વિક્રમ જનક આયુર્વેદીક ઔષધિઓનું ઉત્પાદન થાય છે.દવાઓ બન્યા પછી મશીનરી દ્વારા તેનું વ્યવસ્થિત પેકીંગ કરવામા આવે છે. અહીંની દવાઓ અત્યારે કોરોના સંકટમા આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા