વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સીટી – 1 અને ટેન્ટ સીટી -2 નું નિર્માણ કર્યું હતું. જેમાં ટેન્ટ સીટી 1 માં વડાપ્રધાન મોદી માટે રાજ દરબારી બુલેટપ્રુફ ટેન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. હવે સીવાલીક રોડ રાજપથ ક્લબ સામે એસ.જી.હાઇવે નજીક અમદાવાદ ખાતે ટેન્ટ સીટી-૧ આવેલ છે. જેના લલ્લુજી એન્ડ સન્સનામે કંપની ચલાવે છે. જેના દિવાન્સ અગ્રવાલ એમ.ડી છે.
જેમના તાબા હેઠળ લલ્લુજી એન્ડ સન્સના સીટી- કેવડીયા મુકામે પણ આવેલ છે અને જેનાપણ પોતે મેનેજીંગ ડીરેક્ટર છે. જેમાં કેતનવર્મા
કે જેઓ ટેન્ટ સીટી-૧ માં મેનેજર તરીકેની ફરજ બજાવે છે. હવે ત્રણ વર્ષ પછી ટેન્ટ સિટીમાં ચાલતી કેટલીક ગેરરીતિઓ વન વિભાગના ધ્યાને આવતા કેવડિયા રેન્જ વન વિભાગે લલ્લુજી એન્ડ સન્સનાએમ.ડી દિવાન્સ અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે. જેમાં તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અને તા.૨૮/૦૫/૨૦૨૧ નાં રોજ કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડીયાની કચેરીએ હાજર થવાનું ફરમાન કર્યું છે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસના કામે દિન -૭ માં સી.આર.પી.સી. કલમ-૬૧ મુજબ આરોપીને ગુનાની તપાસ માટેહાજર રહેવ નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે કેવડિયા વન વિભાગ દ્વારા કેવડિયા ટેન્ટ સીટી 1 ના મેનેજર કેતન વર્માને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી લુજી એન્ડ સન્સના મુખ્ય સંચાલકના કહેવાથી કરી છે. જેમાં તેમણે અમે સાત (૭)જેટલાં ટેન્ટ વધારે બનાવવાની કામગીરીના ભાગરૂપે કામગીરી કરેલ છે. જેમાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા આરક્ષિત વન જમીનમાં 7 જેટલા ટેન્ટ બનાવવાની કામગીરી કરતા અને ગેરકાયદે વૃક્ષ છેદન કરતા કેવડિયા વનવિભાગે નોટિસ ફટકારી છે.
નોટિસમાં જણાવ્યું છે કે આપે ભારતીય વન અધિનીયમની કલમ ૨(૧) ક મુજબ વન ઉમ્મુલન કરવું, જંગલ સાફ કરવું અને અનામત વૃક્ષો વન વિભાગની પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવાની કામગીરી કરેલ છે. તદઉપરાંત વન્યજીવ અધિનીયમ ૧૯૭૨ની કલમ ૨(‘૫) તથા ૨ (૧૬) ગ હેઠળ કોઇ પણ વન્ય પ્રાણીઓનું કુદરતી નિવાસ્થાન નાશ કરવું, નુકશાન કરવું તથા સરીસૃપ પ્રાણીના રહેઠાણને તેમજ પક્ષીના માળાને વૃક્ષ છેદન કરી માળો પીખી નાખવાની કામગીરી કરેલ છે. તેમજ અનુસુચી 1, II, III, IV માં આવતા વન્યજીવનાં રહેઠાણનો નાશ કરવાની કામગીરી કરે તો એ ગુનો તેવું કૃત્ય કરેલ છે. આ સાથે અનામત વૃક્ષો તેમજ બિનઅનામત વૃક્ષો કોઇપણ જાતની પરવાનગી વગર વૃક્ષો ગેરકાયદે રીતે કાપી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. જેમાં 0.976 ઘન મીટર સાગ અને 0.216 ઘન મીટર ખાખરના વૃક્ષો વગર પરવાનગીએ કાપી નાખ્યા છે તથા ગુજરાત લેન્ડ રોબીંગ ( જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ) વટ હુકમ ૨૦૨૦ની કલમ નં.૩ ની પેટા કલમ -૧ અને ૨ હેઠળ તપાસ કરવી જરૂરી હોય દસ્તાવેજી રેકર્ડ સાથે આ ગુનાની તપાસ માટેનું તહોમતનાં જવાબ આપવા માટે કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડીયાની કચેરીએ તા:- ૨૮/૦૫/૨૦૨૧નાં રોજ હાજર થવાનું ફરમાન કરતા ચકચાર મચી જવા પામી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા