નિઝામ ઉર્ફે મોરે સિકંદરભાઇ મન્સુરી,સિરાઝ ઇસ્માઇલભાઇ મન્સુરી,મુસ્તાક કરીમભાઇ મન્સુરીની જુગારધારા કલમ –૪,પ હેઠળ ધરપકડ.
રાજપીપળા: નર્મદા જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ અસમાજીક પ્રવૃતીને ડામી દેવા માટે પોલીસ ટીમને કડક સુચના આપી છે.તેને પગલે જીલ્લા SOG પો.સ.ઇ. એચ.જી.ભરવાડને રાજપીપળા કસ્બાવાડમાં રહેતા નિઝામ ઉર્ફે મોરે સિકંદરભાઇ મન્સુરી IPL મેચ પર રન ફેરનો સટ્ટો રમાડતો હોવા અંગે બાતમી મળી હતી.તેના આધારે એમણે પો.સ.ઇ ડી.બી.કુમાવત તથા સ્ટાફના માણસો સાથે રાજપીપલા કસ્બાવાડમાં રહેતા નિઝામ ઉર્ફે મોરે સિકંદરભાઇ મન્સુરીનાં ઘરે રાત્રીએ રેઇડ કરી હતી.ત્યારે ટીવી ઉપર IPL ટુર્નામેન્ટની મુંબઇ ઇન્ડીયન્સ VS. સનરાઇઝ હેદરાબાદ વચ્ચેની મેચનું લાઇવ પ્રસારણ ચાલતુ હતુ.અને ટીવીની સામે બેસેલ ૩ ઇસમો (૧) નિઝામ ઉર્ફે મોરે સિકંદરભાઇ મન્સુરી(૨) સિરાઝ ઇસ્માઇલભાઇ મન્સુરી (૩) મુસ્તાક કરીમભાઇ મન્સુરી (તમામ રહે.- કસ્બાવાડ)ટીવી પર લાઇવ પ્રસારણ જોઇને ફોન ઉપર સટ્ટો લેતા હતા.
પોલીસને મોબાઇલ ફોનનાં ચેકિંગ દરમિયાન તેમાંથી ક્રીકેટ સટ્ટાની એન્ડ્રોઈડ એપ તેમજ સટ્ટા લખાવનાર સાથે થયેલ વાતચિતનું રેકોર્ડીંગ પણ મળી આવ્યું હતું.બાદ ઘટનાસ્થળ પરથી સેમસંગ કંપનીનું ટીવી કિ.રૂ.૨૦,૦૦૦,૪ મોબાઇલ રૂ.૧૪,૦૦૦,રોકડા રૂ. ૧૦,૪૬૦,ટાટા સ્કાઇ કંપનીનું સેટ ટોપ બોક્ષ કિ. રૂ. ૧૦૦૦,તેમજ સટ્ટાનાં ગુનામાં વપરાયેલ અન્ય સાધનો મળી કુલ-રૂ. ૪૫,૬૬૦નો મુદામાલ જ્પ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SOG પોલીસની આ કામગીરી બાદ અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલ ઇસમોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.