ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર પ્રાયોજિત મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા પાણીને સાંકળતા વિષયો આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે.
જેમાં ચિત્રસ્પર્ધાના વિષયો
1. પાણીનાં સ્વરૂપો દર્શાવતું ચિત્ર – ઉદાહરણ તરીકે શરબતનો ગ્લાસ (પ્રવાહી સ્વરૂપ દર્શાવે છે), ચાનાં કપમાંથી નીકળતી વરાળ (વરાળ સ્વરૂપ), બરફનો ગોળો ખાતું બાળક (ઘન સ્વરૂપ)
2. પૃથ્વીનું ચિત્ર- જેમાં પાણીનો ભાગ સ્પષ્ટ દેખાતો હોય
3. દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાઈ વનસ્પતિઓને દર્શાવતું ચિત્ર
4. વરસાદની મજા દર્શાવતું ચિત્ર
5. પાણીનાં અભાવે થયેલા દુકાળનું ચિત્ર
6. નદીઓનું મહત્વ દર્શાવતું ચિત્ર
7. પાણી પર બાંધેલા બંધની આજુબાજુના વિસ્તારમાં થયેલી અસર દર્શાવતું ચિત્ર
8. જળ ચક્ર દર્શાવતું ચિત્ર
9. ટપક પદ્ધતિથી ખેતી થતી હોય તેવું દ્રશ્ય દર્શાવતુ ચિત્ર
10. પાણીની કેનાલ અને ખેતી વચ્ચેનો સંબંધ દર્શાવતું ચિત્ર
11. પૂરનાં દ્રશ્યોનું ચિત્રમાં આલેખન જેવા વિષયો રાખ્યા છે.
આ ચિત્ર સ્પર્ધામાં આપેલ વિષય અનુરૂપ જ ચિત્ર બનવાનું રહેશે. એક વિદ્યાર્થી એક કરતાં વધારે વિષય પર ચિત્ર બનાવી શકશે વિદ્યાર્થીઓએ A3 સાઇઝના કાગળ પર જ ચિત્રકામ કરવાનું રહેશે. અન્ય સાઇઝના કાગળ પર કરેલું ચિત્રકામ માન્ય ગણાશે નહિ. ચિત્રકામમાં પોતાના મૌલિક વિચારો અને સર્જનાત્મકતાને પ્રાધાન્ય આપવું. આ ચિત્ર landscape (આડું ચિત્ર) માં જ દોરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી. આ ચિત્રને મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા ખાતે જમા કરાવવાનું રહેશે. (ફોટો ચાલશે નહિ) ભાગ લેનાર તમામને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.
જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને 1000 રૂપિયા રોકડા, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ને l750 રૂપિયા રોકડા અને ત્યારબાદના પ્રથમ વીસમાં સ્થાન પ્રાપ્ત કરનારને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભાગ લેનારનું નામ, ધોરણ, સ્કૂલનું નામ કે અન્ય વિગત, મોબાઈલ નંબર લખી 31/05/2021 સુધીમાં મોકલવાની રહેશે.
વધુ માહિતી માટે નંબર :-
+91 90991 78362; 9316202232
ઈમેઈલ :- info.manthancsc@gmail.com નો સંપર્ક કરવા જણાવ્યું છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા