છેલ્લા એક વર્ષ નર્મદાના આરોગ્ય કર્માચારીઓ કોરોનાની મહામારીમાં જાનના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે પણ દિવા તળે અંધારું હોય તેમ કોરોના વોરિયર્સ ગણાતા આરોગ્ય કર્મચારીઓનું જ શોષણ થઈ રહ્યું છે ત્યારે વિવિધ આરોગ્ય કર્મચારી મંડળ નર્મદાના આરોગ્ય કર્મચારીઓએ એમના પ્રશ્નોના ઉકેલ અંગે નર્મદા કલેકટરને આરોગ્ય વિભાગના કર્મચારી તથા NHM સ્ટાફના કોવિડ- ૧૯ ને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા
આવેદન આપ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે કોવિડ – ૧૯ ની વૈશ્વીક મહામારીમાં છેલ્લા એક વર્ષથી અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે પરંતુ કોવિડ-૧૯ ની બીજી લહેર(સેકન્ડ વેવ) માં છેલ્લા બે માસથી કોરોના પોઝીટીવના ઘણા બધા કેસો આવી રહ્યા છે જેમાં અમારા કર્મચારી, અધિકારી પણ બાકાતનથી, નર્મદા જીલ્લાના પાંચ તાલુકાઓમાં છેલ્લા એક માસમાં આરોગ્યના વિવિધ કેડરના 90 થી વધુ કર્મચારી પણ સંકમિત થયા છે. ત્યારે નર્મદા જીલ્લા વિવિધ આરોગ્ય કર્મચારી યુનીયન માંગણી કરી છે કે આરોગ્ય વિભાગના વર્ગ-૧ ના અધિકારી/કર્મચારી તથા તેમના પરીવારના ધરાવતા સભ્યો માટે જરૂરીયાત મુજબ અલગથી ઈન્જેકશન, દવાઓ, ઑક્સીજન બેડ,વેન્ટીલેટર બેડ ફાળવવામાં આવે અને તે માટે બીજા જીલ્લાની જેમ જરૂરી નિયંત્રણ રાખવા સમીતીની રચના કરવામાં આવે. એ ઉપરાંત છેલ્લા એક વર્ષથી આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની જાહેર રજાઓ અઠવાડિક રવિવારની રજાઓ રદ કરવામાં આવી છે. જેથી કર્મચારીઓ તથા તેનો પરીવાર માનસિક જળવાય એના માટે માનવીય અધીકારોનું રક્ષણ થવું જોઈએ તથા અમારી માનસીક/શારીરીક તંદુરસ્ત તાણ અનુભવે છે અમને પણ સામાજીક માનવ સમજીને રોટેશન પદ્ધતિથી સ્ટાફને વારાફરતી અઠવાડીયામાં એક રજા આપવામાં આવે તેવી માંગણી કરી છે. એ ઉપરાંત અગાઉ જાહેર કરેલ મુખ્યમંત્રી કોરોના વોરીયર્સ ઇન્સેટીવ યોજનાના નિયમ મુજબ ઘણા કર્મચારીઓએ ફરજ બજાવેલ છતાં આજ સુધી ઇન્સેટીવ મળેલ નથી તો તે મંજુર કરવાની માંગ કરી છે.એ ઉપરાંત જે કર્મચારીઓ તથા તેમના કુટુંબના સભ્યો હોઇઅને તેઓ આઇશોલેશનમાં રહેલા હોય તેની તબીબી અધિકારી દ્વારા ફોલોથાય એવી વ્યવસ્થા કરવા તથા નર્મદા જીલ્લાના કર્મચારીઓ બીજી જીલ્લાની હોસ્પીટલમાં એડમીટ હોય તો ત્યાંના અધિકારીઓ સાથે સંકલન કરી બને તેટલી વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરી છે. તથા છેલ્લા એક વર્ષથી તમામ કર્મચારીઓ કોવીડ-૧૯ ની કામગીરી માંનિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે તો આ કામગીરીમાં દબાણપુર્વક કામગીરી ન કરાવવા અને અમારી ફરજ અને નિષ્ઠા સમજીની જે કામગીરી કરી રહ્યા છીએ તો આ કામગીરીને પ્રોત્સાહીત કરી દરેક સરકારી વિભાગોનો સહકાર મળી રહે તેવી માંગ કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા