Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતેથી છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો આરોપી ઝડપાયો.

Share

છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને ડેડીયાપાડા ખાતેથી એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. જેમાં એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ
તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે.નો છેલ્લા દસ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી મગનભાઇ ઉર્ફે મોગીયો કાલીદાસ વસાવા (રહે. ઉમરાણ તા.ડેડીયાપાડા જી.નર્મદા)નો સાગબારા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો હોય જેને એલ.સી.બી. ટીમ મારફતે ડેડીયાપાડાના ઉમરાણ ગામેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાના કામે સાગબારા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ProudOfGujarat

સુરત – લક્ઝ્યુરીયસ કારમાં દારૂની ખેપ મારતા ત્રણની ધરપકડ, 1.63 લાખનો દારૂ જપ્ત કર્યો

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!