Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા પાલિકા દ્વારા સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી શરૂ કરાઇ.

Share

ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ બાદ રાજપીપલા નગરપાલિકાના તમામ વિસ્તરોમાં આજે વહેલી સવારથી જ સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડરનો છંટકાવ ઉપરાંત ૬ જેટલા મશીનોથી સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ પણ શહેરની સાફસફાઇ અને સ્વચ્છતાની ઉક્ત કામગીરીમાં વિશેષ લક્ષ આપી રહ્યાં છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર હેમેન્દ્રસિંહ માત્રોજાની રાહબરી હેઠળ નગરપાલિકાની ૪ જેટલી ટીમો ઉક્ત કામગીરીમાં જોડાઇ હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સતત જારી રાખીને શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાશે તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે વિકાસ માર્કેટીંગ ભાગીદારી પેઢીના નામે ખોલાવેલ લકી ઇનામી ડ્રો યોજનાના લાખો રૂપિયાની છેતરપિંડી બહાર આવી.

ProudOfGujarat

પાલેજ નજીક સીટી પોઈંન્ટ હોટલ વિસ્તાર પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ, જાણો ક્યાં પહોંચી કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!