Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

Share

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઉભા કરાયેલાં ઓક્સિજનવાળા બેડની મુલાકાત લીધી હતી.

તે વેળાએ ફરજ પરનાં તબીબો સાથે કોરોના પોઝિટીવ દર્દીઓ કેટલાં છે. ડોર-ટુ ડોર સર્વેલન્સ દરમિયાન સામાન્ય લક્ષણો ધરાવનાર દર્દીઓ- કોરોના પોઝિટીવ દર્દીઓ કેટલાં મળી આવે છે, તબીબી સ્ટાફ કેટલો છે તેમજ ગામ લોકોનો સહયોગ મળી રહે છે કે કેમ જેવી બાબતો પર જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી. તદઉપરાંત દેડીયાપાડા ખાતે નવનિર્મિત પામેલ નવાં સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની પણ મુલાકાત લઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ પલસાણાએ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેન્ટ્રલ ઓક્સિજનવાળા નવા ઉભા કરાયેલાં બેડ, સાગબારાના કોવિડ કેર સેન્ટર સહિતની મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને અપાતા ભોજન, માસ્ક, સેનીટાઇઝેશન વગેરેની ઉપલબ્ધિ અંગે પણ ફરજ પરનાં તબીબો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તેની સાથોસાથ સાગબારા તાલુકાની આંતરાજ્ય ધનશેરા ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતાં મુસાફરોનું થઇ રહેલું ચેંકીગ, આરોગ્યતંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની પણ પુછપરછ કરી હતી.

પલસાણાની ઉક્ત મુલાકાત દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક મનોજ શર્મા, નાનસિંગભાઇ વસાવા ઉપસ્થિત રહયાં હતાં.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી

ProudOfGujarat

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : ગુમાનદેવ મંદિરનાં મહંત પર કરાયેલ હુમલામાં અત્યારસુધી કુલ ૧૪ ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!