ગુજરાતના “તાઉ-તે” વાવાઝેાડાના પગલે અને તેની અસરના ભાગરૂપે નર્મદા જિલ્લામાં જુદા-જુદા વિસ્તારોમાં આ વાવાઝોડા દરમિયાન અંદાજે ૫૪ જેટલા વૃક્ષો ધરાશાયી થયેલ છે તેવી જાણકારી આપતા વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ જણાવ્યું હતું કે, “તાઉ-તે” વાવાઝોડા સંદર્ભે અગમચેતી, સાવચેતી અને સલામતી માટેના સુચારા પૂર્વ આયોજન સંદર્ભે વન વિભાગ દ્વારા જિલ્લાના તમામ પાંચ તાલુકામાં આગોતરી રીતે કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યાં હતાં.
નર્મદા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની ૬ ટીમ તેમજ કેવડીયા વન વિભાગની ૪ ટીમ સહિત કુલ-૧૦ ટીમો દ્વારા રાત-દિવસ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના જુદા-જુદા વિસ્તારોના માર્ગો પર ધરાશાયી થયેલાં અંદાજે ૫૪ વૃક્ષો વન વિભાગની ટુકડીઓ દ્વારા દૂર કરીને આ રસ્તાઓને વાહનવ્યવહાર-અવરજવર માટે ખૂલ્લાં મુકવામાં આવ્યાં હોવાનું પણ પ્રતિક પંડ્યાએ ઉમેર્યું હતું.
જ્યોતી જગતાપ, રાજપીપલા