રાજપીપલામા કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ જાગૃત બનીને માસ્ક વગરના લોકોને પકડીને દંડ વસુલ કરી રહી છે. પણ રાજપીપળામાં કેટલાક બેદરકાર લોકો બિંદાસ માસ્ક પહેર્યા વિના જ ગામમાં ફરી રહ્યા છે. જે લોકોને કોરોના સ્પ્રેડ કરવામા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
રાજપીપળામાં કરજણ કોલોનીથી આગળ રંગનગર સોસાયટીમાં દરરોજ સવારે આઠથી સાડા આઠની વચ્ચે એક દૂધવાળો દૂધ આપવા આવતો હતો જે દૂધવાળો સુપર સ્પ્રેડર સાબિત થાય તેમ હોઈ આ સોસાયટીમા ઘણા પરિવારો કોરોના ગ્રસ્ત છે. ઘણા બીમાર છે ત્યારે છે ત્યારે દૂધની સાથે સાથે કોરોના પણ સ્પ્રેડ કરી રહ્યો હતો. આ દૂધવાળો માસ્ક પહેરતો નથી. અને માસ્ક પહેર્યા વગર જ રંગ નગર સોસાયટીમાં 30 થી વધુ ઘરોમાં દૂધ આપવા જતો હતો. લોકો એને માસ્ક પહેરવાનું કહેતા હતા પણ એ કોઈનું માનતો નહોતો અને મને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. હું કોઈ પોલીસથી ગભરાતો નથી. તમારે જેને કહેવું હોય એને કહી દો. થાય તે કરી લો નહીં. હું માસ્ક નહીં પહેરું એવો રોફ મારતો આ દૂધવાળા ભાઈની દાદાગીરી અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતો હોઈ રહીશો મા ફફડાટ ફેલાયો હતો. તેથી રહીશોએ મીડિયાને ફરિયાદ કરતા આ અંગે મીડિયામા આ સમાચાર પ્રસિદ્ધ થતા નર્મદા પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી અને નાયબ પોલીસ વડા રાજેશ પોલીસ વડાના માર્ગદર્શન અનુસાર રજપીપલા ટાઉન પીઆઇ એમ બી ચૌહાણ અને પોલીસની ટીમ ખાનગી વેશમાં વહેલી સવારે રંગ નગર સોસાયટીમા પહોંચી ગઈ હતી અને માસ્ક વગર દૂધ આપતાં બે દૂધવાળાઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા હતા જેમાં દૂધ વેચવાવાળા 1) દિનેશભાઈ મનહરભાઈ પટેલ (રહે,કરાઠા) 2) નિલેશભાઈ બાલુભાઈ માછી (રહે .નવાફળીયા રાજપીપળા )ને રંગનગર સોસાયટીમાં દૂધ આપતા માસ્ક વગર દેખાતા તેઓને બંન્નેને એક હજાર રૂપિયાની પાવતી પકડાવી કુલ 2000 નો દંડ ફટકાર્યો હતો. આમ અમારા સમાચારના અહેવાલનો પડઘો પડતા સુપર સ્પ્રેડર બનેલા દૂધવાળાને ઝડપી અસંખ્ય લોકોને કોરોનાથી સંક્રમિત થતા પોલીસે બચાવી લીધા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા