રાજપીપલામા છેલ્લા સવા વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં બીજા વેવમા કોરોનામા મોતને ભેટનારનો આંકડો ક્ર્મશ વધી રહ્યો છે. રાજપીપલા સ્મશાન ગૃહમા 197 ના અગ્નિસંસ્કાર છેલ્લા 47 દિવસમા અગ્નિસંસ્કાર થયા છે જે ચિતા માટે લાકડાની જરૂર પડે છે.
એક બોડી અગ્નિ સંસ્કાર માટે 15 મણ લાકડા જોઈએ. લોકો લાકડાનું દાન પણ કરી રહ્યા છે પણ રોજ સ્મશાનમા લાશોનો ઢગલો થતો હોઈ લાકડાની જરૂરિયાત વધતી જ જાય છે ત્યારે અગ્નિસંસ્કાર માટે હવે સરકારી તંત્ર આગળ આવ્યું છે આ આગાઉ નર્મદા વન વિભાગે બે ટ્રક ભરીને લાકડાનું દાન કર્યું. ત્યારબાદ હવે નર્મદાનું પોલીસ તંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે માનવતાના નાતે રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય છે. જે બીજાના માટે પણ ધડકતું હોય છે. નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા ભેગા કરીને સ્મશાન ગૃહમા પહોંચાડ્યા હતા.
આ અંગે પીએસઆઇ કે.કે પાઠકે નર્મદા પોલીસનું પ્રતિનિધિત્વ કરી રાજપીપલા સ્મશાન ગૃહમા લાકડા પહોંચાડયા બાદ કે.કે પાઠકે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન નર્મદા જીલ્લામાં પણ કોરોના સંક્રમણના કારણે ઘણા પરિવારોમાં દુ:ખદ ઘટના બનેલ છે. આ વૈશ્વિક કોરોનાની મહામારીમાં તમામ ક્ષેત્રમાં જે મદદરૂપ થાય તેવી સામાજીક સંસ્થાઓ તેમજ એન.જી.ઓ.ની કામગીરી
પણ વધી જવા પામેલ છે. રાજપીપલા ટાઉન વિસ્તારમાં પણ આ કોરોના મહામારી દરમ્યાનઘણા લોકોના સ્વજનો પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા છે. હાલમાં રાજપીપલાના
મુક્તિધામોમાં પણ શબને ચીતા ઉપર બાળવા માટે પણ જલાઉ લાકડાઓની અછત વર્તાઇ રહેલ છે. જેના કારણે મુક્તિધામમાં કામ કરતા કર્મચારીઓને પણ આ શબોને બાળવા માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે. તેવામાં મુક્તિધામના કર્મચારીઓએ મુક્તિધામમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાને મદદ માટે રજુઆત કરતા તેઓએ આવી કપરી પરિસ્થિતીમાં કે.કે.પાઠક, પો.સ.ઇ.ને સુચના કરતા તેઓએ મુક્તીધામ માટે લાકડાની મદદ કરવા તત્પર થતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ રક્ષક દળની મદદ મેળવી કુલ-૧૦ ટ્રક ભરીને લાકડા એકત્રીત કરી રાજપીપલા
મુક્તિધામને પહોચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. નર્મદા જીલ્લા પોલીસ આવા વૈશ્વિક મહામારી દરમ્યાન આવા સેવાયજ્ઞમાં બની શકે તેટલી મદદ કરવા કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા