તૌઉતે વાવાઝોડાએ પૂર જોર પકડ્યું છે જેને પગલે લોકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે જેને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.ક્યાંક લોકોના પાકો બગડ્યા છે તો ક્યાંક લોકોના ઘરોને નુકશાન અને છાપરા ઉડી ગયા છે. સરકારને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેવડિયા ખાતે હાલ જ બનાવામાં આવેલ છે તેણે પણ ઘણું નુકશાન થયું છે. કેવડિયા ન્યુ ગ્રીન બિલ્ડીંગ ખાતે ભારે ફૂંકાતા પવનને કારણે અલગ અલગ ભાગ ઉડીને નીચે પડ્યા હતા જેને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. દેશનું આ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન હજુ થોડા મહિના પહેલા બનાવવામાં આવ્યું હતું જેથી સરકારને નુકશાન થયું હતું હાલ રિપોર્ટ અનુસાર સદનશીબે રેલવે સ્ટેશનમાં કોઈ જ જાનહાની થઈ નથી. જેથી સ્ટેશન તંત્ર સુરક્ષિત જણાઈ રહ્યું છે.
Advertisement