રાજપીપલામા કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ જાગૃત બનીને માસ્ક વગરના લોકોને પકડીને દંડ વસુલ કરી રહી છે. પણ રાજપીપળામાં કેટલાક બેદરકાર લોકો બિંદાસ માસ્ક પહેર્યા વિના જ ગામમાં ફરી રહ્યા છે. જે લોકોને કોરોના સ્પ્રેડ કરવામા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. રાજપીપળામાં કરજણ કોલોનીથી આગળ રંગનગર સોસાયટી આવેલી છે. દરરોજ સવારે આઠથી સાડા આઠની વચ્ચે એક દૂધવાળો દૂધ આપવા આવે છે. પણ આ દૂધવાળો સુપર સ્પ્રેડર સાબિત થાય તેમ છે. આ સોસાયટીમા ઘણા પરિવારો કોરોનાગ્રસ્ત છે. ઘણા બીમાર છે ત્યારે છે ત્યારે દૂધની સાથે સાથે કોરોના પણ સ્પ્રેડ કરી રહ્યો છે.! આ દૂધવાળો માસ્ક પહેરતો નથી. અને માસ્ક પહેર્યા વગર જ રંગ નગર સોસાયટીમાં 30 થી વધુ ઘરોમાં દૂધ આપવા જાય છે. લોકો એને માસ્ક પહેરવાનું કહે છે પણ એ કોઈનું માનતો નથી કહે છે અને મને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. હું કોઈ પોલીસથી ગભરાતો નથી તમારે જેને કહેવું હોય એને કહી દો થાય તે કરી લો હું માસ્ક નહીં પહેરું એવો રોફ મારતો આ દૂધવાળા ભાઈની દાદાગીરી અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતો હોઈ રહીશોમા ફફડાટ ફેલાયો છે. ગામડાઓમાંથી આવતા આ દૂધવાળાને પ્રવેશ આગળ સઘન ચેકીંગ કરવાની પણ માંગ થઈ છે. આ વ્યક્તિ અન્ય લોકોને ચેપ પણ લગાડી શકે છે. ત્યારે પોલીસ આ ભાઈને રંગે હાથે પકડી તેની સામે દંડનીય અને જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી રહીશોની માંગણી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા