Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાના એનએસ એસ યુનિટ નાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો તથા કપૂરની પોટલીનું વિતરણ કરાયું

Share

એનએસએસ યુનિટ નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાનાએનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્રારાઆયુર્વેદિક વનસ્પતિઓ નો ઉકાળો બનાવવાની કામગીરી નવદુર્ગા શાળાના કેમ્પસમાં કરવામાં આવી રહી છે સાથે સાથે આ યુનિટ દ્વારા નવદુર્ગા હાઈસ્કૂલ દ્રારા કપૂરની પોટલી બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ જેમાં ઉકાળા મા અડુલસી, તુલસી, ગળો,આદુ, હળદર, અજમો નાંખી તેને ઉકાળી બનાવેલો આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને કપૂરની પોટલી સૂંઘવાથી ઓક્સિજનની માત્રા વધારે છે ત્યારે કોરોનામા એનો લોકો વધુને વધુ લોકો ઉપયોગ કરી શકે તે માટે લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.રાજપીપલા કરજણ નદીના કિનારે એનએસ એસ યુનિટ નવદુર્ગા હાઈસ્કૂલનાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો વિતરણ તથા કપૂર ની પોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત રાજપીપલા બસ સ્ટેશન પાસેપણ સ્વયં સેવકો દ્રારા ઉકાળો વિતરણ તથા કપૂર ની પોટલીનું વિતરણ તથા માટે સકારાત્મક અભિગમ કેળવવા પ્રયાસ તથા વેક્સીનેશન માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વિરમગામના ભોજવા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગ : બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ખેડૂતોને વિડિયો કોન્ફરન્સથી માહિતી આપવામાં આવે છે.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!