Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સમાન પુરવાર થયો ..!

Share

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સમાન પુરવાર થયો છે.અખાત્રીજના દિવસથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામા આવી રહ્યુ છે.ખેતીમાટે 30 જૂનસુધી તબક્કા વાર કેનલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
છે.હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજ 15000 ક્યુસેક જેટલું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે.જો કે આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે
હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે .
આ પાણીનો યોગ્ય વપરાશ કરવા તથા ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા ગામડાઓમાં તળાવો ભરવા , પશુઓ માટે પાણી પૂરું પાડવા , સુજલામ સુફલામ , ફતેવાડી , ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવાની મંજૂરી આપી હોવાનું નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
હવે સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે . આનો લાભ લાખો ખેડૂતો તથા પશુપાલકોને થશે .
નર્મદા ડેમમાં હાલ પાણીનો પૂરતો જથ્થો છે.ઉનાળા મા 30જૂન સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય એટલો પૂરતો જથ્થો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.ગુજરાતના 20 જિલ્લાઓના 35 જળાશયો, 1200 જેટલા તળાવો, 1000 થી વધુ ચેકડેમમાં 453 અબજ લીટર પાણીથી ભરી દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે સાચાઅર્થમા નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

છડી મુબારકની પૂજા સાથે અમરનાથ યાત્રાનું સમાપન કરાયું

ProudOfGujarat

ડેડીયાપાડા: નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન-ડુમખલ સંસ્થા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના ટંકારીયા ગામ ખાતે બેકાબુ બનેલ કારે લારી તેમજ મોટરસાયકલો માં અથડતાં એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!