Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ : ૨૩ દરવાજા ખુલ્લા

Share

નર્મદા ડેમમાં ૫,૧૭,૬૯૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૪,૮૫,૭૫૦ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૨૩ દરવાજા ખોલાયા
૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૪૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫૩૩૫ મેગાવોટ વિજ ઉત્પાદન

રાજપીપલા : આરીફ જી કુરેશી

Advertisement

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે સપાટી નોંધાઇ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૮ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૫,૧૭,૬૯૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨૩ દરવાજા ખોલી ૪,૮૫,૭૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો.
તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૪૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫૩૩૫ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયું છે


Share

Related posts

સુરત : મારામારીના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી ની યુ.પી.એલ કંપનીમાં ચોરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ૧૦૮ ઇમરજન્સીનાં મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ પોતાના કાર્ય સ્થળે જ સમય મળયે નમાજ અદા કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!