રાજપીપલા : નર્મદામા વાતાવરણમાં અચાનક પલટાને કારણે વાવાઝોડા અને વરસાદને લીધે વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામના જોગીબેન વસાવાનું તા. ૦૨ જી મે, ના રોજ તેમનું મૃત્યુ થયું હતું જે અન્વયે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ અસરગ્રસ્તના પતિ રાજીયાભાઈ વસાવાને કુદરતી આપત્તિથી મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવતી રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક એનાયત કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ સુ તારાબેન વસાવા, ચૈતરભાઈ વસાવા, દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.
Advertisement
જ્યોતિ જગતાપ, રાજપીપલા