Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ નવ વસાહત પ્રાથમિક શાળામાં તસ્કરોનો તરખાટ..!

Share

સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ નવવસાહત પ્રાથમિક શાળાના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં કૂલ રૂા.૧૯,૨૦૦/- ના
મધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફરિયાદી રાજુભાઇ રેવજીભાઇ વસાવા હાલ (રહે.ટાવલ, તા.સાગબારો, જીલ્લો નર્મદા મુળરહે.ચીકદા,તા.ડેડીયાપાડા,જીલ્લો નર્મદા) એ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર કોઇ અજાણ્યો ચોર ઇસમ નાની દેવરૂપણ નવી વસાહત પ્રાથિમક શાળાના કુલ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સ્કુલના રસોડા રૂમના બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી મધ્યાહન ભોજન માટે ફાળવેલ રસોઇ બનાવવાના વાસણો કુલ રૂા.૧૯,૨૦૦/-ના માલસામાનની ચોરનાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળના જલેબી હનુમાન મંદિરે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયો.

ProudOfGujarat

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પાટિયા પાસે ભાજપ દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા ના અંતર્ગત જનસંપર્ક યાત્રાનો આરંભ કરાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામેથી કરજણ પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!