Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામેથી કોરોના પોઝીટીવ દર્દી કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી જાહેરમાં ફરતો ઝડપાયો.

Share

રાજપીપલા : તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામેથી કોરોના પોઝીટીવ દર્દી કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી ગામમા ફરતો જોવા મળતા તેને ઝડપી પાડી તેની સામે જાહેરનામ ભંગ ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી એમ.બી.વસાવા પીએસઆઇ તિલકવાડાએ આરોપી રમણભાઇ મગનભાઇ બારીયા (રહે.સાહેબપુરા તા.તિલકવાડા) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી રમણભાઇ મગનભાઇ બારીયા પોતે કોરોના પોઝીટીવ હોવા છતા પોતાના ગામમાં રાખેલ કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી ગયેલ અને જાહેરમાં ફરતો મળી આવેલ. આવી વ્યક્તિ અન્ય લોકોને કોરોના સંક્રમિત કરતા હોઈ તેમની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના
જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે તિલકવાડા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટરથી બતકના ઇંડાનું સેવન.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!