Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ નાં સંક્રમણને અટકાવવા કલેકટરે નવું જાહેરનામુ બહાર પાડયું.

Share

રાજપીપલા : નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા નર્મદા કલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું છે. નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.નવા હુકમથી તા.૧૨.૦૫.૨૦૨૧ ના ૦૬.૦૦ કલાકથી તા.૧૮.૦૫.૨૦૨૧ ના સવારના ૦૬ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે સૂચનાઓનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે જાહેરનામાં દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૨/૦૫/૨૦૨૧ થી તા.૧૮/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

તદઅનુસાર, ઉક્ત જાહેરનામામાં જણાવ્યાં મુજબ ઉક્ત સમયગાળા દરમિયાન જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બટલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે. APMC માં ફક્ત શાકભાજી તથા ફળફળાદીનું જ ખરીદ વેચાણ થઇ શકશે. તે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Advertisement

તેવી જ રીતે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજુરી રહેશે. જિલ્લામાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/ સી.ડી.એમ.રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોTરન્સબ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જરર કેપેસીટીમાં ચાલુ રહેશે.

અન્યન રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને RTPCR ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. જિલ્લામાં તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંરગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ

ProudOfGujarat

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

ગોધરા ખાતે એન.સી.સી. બટાલિયન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!