ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે. પણ કાલે અક્ષય તૃતીયામા વણ જોયું મુહૂર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડશે. નવા શુભ કાર્યો પણ થશે ઓછા થશે જોકે ઘરે બેઠા કાર્યક્રમો યોજાશે પણ શુભ મુહૂર્તનો લાભ પણ લેશે.
આ વર્ષે 15 વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે.
અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ મુહૂર્ત નથી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા