Proud of Gujarat
INDIAFeaturedGujarat

અક્ષયતૃતીયાનાં દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે.

Share

રાજપીપલા : આવતીકાલે અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે. કોરોનાની મહામારીને કારણે લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ લોકોને ભેગા નહીં કરવાના હોય તેમજ જાહેરનામાનો ભંગ કરશે તો એમની સામે નર્મદા પોલીસ કડક કાર્યવાહી કરશે. એમ નાયબ જિલ્લા પોલીસ વડા રાજેશ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું. આવતીકાલે અક્ષયતૃતીયાના સપરમાના દિવસે પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે.

આ અંગે નાયબ જિલ્લા પોલીસ વડા મદાના રાજેશ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ૫૦ થી વધુ લોકોને લગ્ન પ્રસંગમાં ભેગા કરવા પર પ્રતિબંધ હોવા છતાં આયોજકો જો વધુ લોકોને ભેગા કરશે અને કોરોના સંક્રમિત કરશે તો તેમની સામે નર્મદા પોલીસ જાહેરનામા ભંગ કાયદેસરની કાર્યવાહી અગાઉ હાથ ધરી છે. હવે આવતીકાલે અક્ષય તૃતીયાનો દિવસ હોવાથી અને રમજાન ઈદનો પણ તહેવાર પણ હોવાથી બંને જગ્યાએ લોકોની ભીડ ભેગી ના થાય તે માટે નર્મદા પોલીસ ખાસ નજર રાખશે.

Advertisement

આ અંગે નાયબ પોલીસ વડા દેશ પરમારે જણાવ્યું હતું કે અમે લોકોએ પ્રેસમાથી લગ્નની કંકોત્રીની માહિતી મંગાવી છે. જેના આધારે 50 જેટલા લોકોને નોટિસ પાઠવી છે. લગ્ન પ્રસંગમાં 50 વધુ લોકોને ભેગા કરવા નહીં તે ઉપરાંત આ પ્રસંગમાં ડીજે વગાડનારા લોકોને પણ ખાસ તાકીદ કરી છે. લગ્ન પ્રસંગમાં જાહેર મંચ પર ડાન્સ, નાચગાન કે વરઘોડો કાઢી શકાશે નહીં. તેમજ લગ્ન પ્રસંગમાં રસોઈયાઓને પણ તાકીદ કરવામાં આવી છે ૫૦ થી વધુ લોકોની રસોઈ બનાવી શકશે નહીં અન્યથા તેમની સામેપણ કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે દરેક લગ્ન સમારોહમાં પોલીસની ખાનગી રાહે બાજ નજર રહેશે. પોલીસ ખાનગી વેશમા ફરતી રહેશે અને વગર આમંત્રણે પોલીસ વણ નોતર્યા મહેમાન બનીને ત્રાટકી શકે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

એ ઉપરાંત આવતીકાલે રમઝાન ઇદનો પવિત્ર તહેવાર હોવાથી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો જાહેરમાં ભેગા થઈ શકશે નહીં કે મસ્જિદમા નમાઝ પઢી શકશે નહીં. આ અંગે મુસ્લિમ સમાજના આગેવાનોની મીટીંગ કરવામાં આવી હતી જેમાં મસ્જિદોમાં સમૂહમાં નમાજ નહીં પઢવા અને લોકોને ભેગા નહીં થવા જણાવ્યું હતું અને માત્ર મૌલવીએ જ નમાઝ પઢી લેવાની રહેશે. આ અંગે પ્રાંત અધિકારીની પણ બાજ નજર રહેશે. આવતીકાલે રાજપીપળા સહિત રાજપીપળામાં લગ્ન સમારોહમાં ૫૦ થી વધુ લોકોને ભેગા કરવા નહીં, માસ્ક નહીં પહેરનાર તેમજ સોશ્યલ ડીસ્ટન્સ નહીં રાખનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેનાથી લગ્ન પ્રસંગમાં આવનારા લોકો આયોજકો અને જાનૈયાઓમાં ફફડાટ ફેલાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળના વાંકલ ખાતે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર, પ્રયોજન રેસીડેન્સી, સત કૈવલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાગરા રંગ ઉપવન ગેટ અને નવી નગરી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ અન્ય ચાર વોન્ટેડ..!!

ProudOfGujarat

ઝઘડિયા : ગેરેજમાંથી લોખંડ, એલ્યુમિનિયમના જુના સ્પેરપાર્ટની ચોરી થતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!